અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે એકટિવા સાથે એક ઈસમને ઝડપી કાગડાપીઠ પો. સ્ટે.ના વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/jabzbupbh7qdrb7c/" left="-10"]

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે એકટિવા સાથે એક ઈસમને ઝડપી કાગડાપીઠ પો. સ્ટે.ના વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો.


અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર શ્રી તથા નાયબ પોલીસ કમિશનર શ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટરશ્રી એસ.જે જાડેજાની ટીમના ASI.ભગવાનભાઇ મસાભાઇ તથા ASI. કિરિટસિંહ હરિસિંહ દ્વારા વાહન ચોરી કરતાં આરોપી વસીમહૈદર મુમતાજઅલી શેખ, ઉ.વ.૩૨, રહે.ફઝલે રહેમાનની ચાલી,બરફની ફેક્ટરેની જુહાપુરા, અમદાવાદ શહેર
મુળ ગામ-ભોઇ વાડા, જુમ્મા મસ્જીદની પાસે, ખંભાત, આણંદને દાણીલીમડા ઢોરબજાર ચાર રસ્તા પાસેથી ઝડપી લીધેલ,

આરોપી પાસેથી એકટીવા નંબર GJ.27 CC 3487 કિ રુ.૩૦,૦૦૦/ - મળી આવતાં, CRPC.કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે,

આરોપી આજથી પંદર વીસ દિવસ પહેલાં તેના મિત્ર મુન્નો રહે- સરખેજનાએ આ એકટીવા ચોરી કરી તેને એકટીવા વેચવા માટે આપેલ હોવાનું જણાવેલ જે અંગે રેકર્ડ પર ખાત્રી તપાસ કરતા કાગડાપીઠ પો.સ્ટે. ખાતે નીચે મુજબનો ગુન્હો નોંધયેલ છે.

કાગડાપીઠ પો.સ્ટે. પાર્ટ એ ફરીયાદનં. ૧૧૧૯૧૦૨૫૨૨૦૯૮૧/૨૦૨૨
ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબ.

Report by :- Keyur Thakkar

Ahmedabad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]