બાલાસિનોર હવૈયા ફળિયાના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા - At This Time

બાલાસિનોર હવૈયા ફળિયાના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા


બાલાસિનોર નગરપાલિકા વોર્ડ નંબર ૭ માં આવેલ હવૈયા ફળિયા માં આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા મિટિંગ યોજાઈ હતી. આ મિટિંગ માં મહિસાગર જિલ્લા પ્રમુખ દશરથસિંહ બારીયા, યુવા મોરચા પ્રમુખ કેતનસિંહ ઝાલા, મહિસાગર જિલ્લા કાર્યાલય મંત્રી જીગર પંડ્યા,પ્રવિણસિંહ ચૌહાણ તેમજ પાંચ પંચાયત ના સરપંચ તેમજ હવૈયા ફળિયા ના યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.જેમાં દશરથસિંહ બારીયા ની ઉપસ્થિતિ માં બાલાસિનોર નગરપાલિકા વોર્ડ નંબર ૭ ના કોંગ્રેસના નગરપાલિકા ના પૂર્વ ઉમેદવાર કિશોરસિંહ ઠાકોર ઉર્ફે શંભુ,ભાવનાબેન વાધેલા તેમજ અન્ય યુવાનોએ ભાજપનો ભગવો ધારણ કર્યો હતો. અને ભારતીય જનતા પાર્ટી ને જીતાડવાની નેમ લીધી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon