રાજકોટના ગીચ વિસ્તારમાં પૂરપાટ ઝડપે જતી એન્ડેવર ધકાડાભેર અથડાતા વીજપોલ ધરાશાયી, 4 વાહનનો ભૂક્કો, બેને ઇજા

રાજકોટના ગીચ વિસ્તારમાં પૂરપાટ ઝડપે જતી એન્ડેવર ધકાડાભેર અથડાતા વીજપોલ ધરાશાયી, 4 વાહનનો ભૂક્કો, બેને ઇજા


રાજકોટ શહેરના ગીચ વિસ્તાર એવા હરિહર ચોક નજીક આંખના પલકારાની ઝડપે જતી લક્ઝુરિયસ કારે ભયાનક અકસ્માત સર્જ્યો છે. જેમાં પૂરપાટ ઝડપે જતી એન્ડેવર કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર વીજપોલી સાથે ધડાકાભેર અથડાઇ હતી. જેમાં કારની સાથે વીજપોલ પણ ધરાશાયી થઈ ઢસડાયો હતો. આ દરમિયાન બે એક્ટિવા સહિત ચાર વાહનને અડફેટે લીધા હતા. જેમાં કાર ચાલક સહિત બે વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. કાર પૂરપાટ જતી હોય તેના સીસીટીવી સામે આવ્યા છે. તેમજ ધડાકાભેર વીજપોલી સાથે અથડાઇ તે ઘટના પણ સીસીટીવીમાં કેદ થઈ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »