જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા નગરપાલિકા સંચાલિત નાઈટ સેલ્ટર હોમ ની શરૂઆત કરવામાં આવી
( હર્ષદ ચૌહાણ દ્વારા બોટાદ)
બોટાદ નગરપાલિકા દ્વારા સંચાલિત નાઈટ સેલ્ટર હોમ નવનાળા પાસે, જ્યોતિગામ સર્કલ,બોટાદ ખાતે બનાવવામાં આવેલ છે જેનો મુખ્ય હેતુ બોટાદના લોકો જેની પાસે રહેવા માટે ઘર, સુવા માટે આશરો તેમજ જમવા માટે ભોજન નથી તેવા લોકોને અહીં રાતવાસો આપવામાં આવે છે. બોટાદ શહેરમાં જાહેર રસ્તા પર,એસટી બસ સ્ટેશનમાં,રેલ્વે સ્ટેશનમાં અથવા કોઈપણ જાહેર જગ્યા પર આવા લોકો હોય તેઓને અહીં લાવીને સાંજનું ભોજન અને રાતવાસો કરાવી સવારમાં નાસ્તો આપી મુક્ત કરવામાં આવે છે આ સમગ્ર સેલ્ટર હોમનું સંચાલન નગરપાલિકા દ્વારા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદને આપવામાં આવેલ છે,ગઈકાલે રાત્રે નગરપાલિકાના અધિકારીઓ તેમજ જાયન્ટ્સ ગ્રુપ બોટાદના સભ્યો દ્વારા નાઈટ ડ્રાઈવ કરી જાહેર રસ્તાઓ, બસ સ્ટેશન તેમજ રેલવે સ્ટેશન પર રાતવાસો કરતાં લોકોને સમજાવીને નાઈટ સેલ્ટર હોમ ખાતે લાવી તેઓને સુવાડવામાં આવેલ હતા. બોટાદ ની તમામ જનતા ને પણ નમ્ર અપીલ છે કે આપના ધ્યાનમાં આવા કોઈ લોકો હોય તો નાઈટ સેલ્ટર હોમ ખાતે મોકલી આપવા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદની નમ્ર અપીલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.