જસદણના શિવરાજપુર ગામની કુમાર પ્રાથમિક શાળાનું નવું મકાન ખુલ્લું મુકાયું: ધો.8ના વિધાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો
(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
જસદણના શિવરાજપુર ગામની સરકારી કુમાર પ્રાથમિક શાળા જે જુની હતી. તેને બદલે રાજ્યના શિક્ષણ વિભાગએ નવી શાળા બનાવી દેતા આ શાળા મહાનુભવો જસદણ તાલુકા ટીપીઓ રાજ્ય સંઘના પ્રતિનિધી શાંતુભાઈ મોડા, પે સેન્ટરના આચાર્ય નારણભાઈ, એસએમસી ના અધ્યક્ષ વનરાજભાઈ મકવાણા, મિલનભાઈ નિમાવત શિવરાજપુર કુમાર પ્રાથમિક શાળાના આચાર્ય મીનાઝબેન બેલીમના હસ્તે ખુલ્લી મુકવામાં આવી હતી. અને શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો. જેમાં દાતાઓનું સન્માન ધો.8ના વિધાર્થીઓને ભેટ ત્યારબાદ ભોજન પછી સમારોહ પુર્ણ થયો હતો. આ અવસરે શિવરાજપુરના ગ્રામ્યજનો વાલીઓ અને આગેવાનો બહોળી સંખ્યામા ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
