કિંજલ દવેની પવન જોશી સાથે તૂટી ગઇ સગાઇ પવન જોશી સાથે કિંજલની કરી હતી સગાઇ શું છે સાટા પદ્ધતિ? જેના કારણે તૂટી કિંજલ દવે-પવન જોશીની સગાઇ - At This Time

કિંજલ દવેની પવન જોશી સાથે તૂટી ગઇ સગાઇ પવન જોશી સાથે કિંજલની કરી હતી સગાઇ શું છે સાટા પદ્ધતિ? જેના કારણે તૂટી કિંજલ દવે-પવન જોશીની સગાઇ


તમને જણાવી દઇએ કે હજુ પણ કેટલાંક સમાજમાં સાટા પદ્ધતિનો રિવાજ ચાલી રહ્યો છે. જેમાં એક જ પરિવારના છોકરો-છોકરી અન્ય પરિવારના છોકરા-છોકરી સાથે લગ્ન કરે છે. જો એકના લગ્નજીવનમાં ભંગાણ પડે તો બીજાના લગ્ન પણ એ જ ક્ષણે તૂટી જાય છે. પછી ભલે તેઓ એકબીજા સાથે સુખી કેમ ન હોય. આ રિવાજના કારણે બન્ને પરિવારને ઘણી વાતો વેઠવી પડે છે.

ગુજરાતભરમાં ગરબા ક્વિનથી પ્રસિદ્ધ થયેલી કિંજલ દવેની સગાઇ તૂટી જતા કિંજલ દવેના ફેન્સને મોટો ઝટકો લાગ્યો છે. કિંજલ દવે અને તેના ભાઇની સગાઇ સાટા પદ્ધતિથી કરવામાં આવી હતી. જેમાં કિંજલના ભાઇ આકાશની પવન જોષીની બહેન સાથે સગાઇ કરાઇ હતી. પરંતુ હવે મળતી માહિતી મુજબ પવનની બહેને અન્ય જગ્યાએ કોર્ટ મેરેજ કરી લેતા કિંજલ દવેની પણ સગાઇ તૂટી ગઇ છે.

આ સિવાય કિંજલ દવેની જેની સાથે સગાઇ કરવામાં આવી હતી તે પવન જોષી અમદાવાદના વસ્ત્રાપુરમાં રહે છે. પવન જોષી મૂળ પાટણ જિલ્લાના સરિયદ ગામનો વતની છે. તે અમદાવાદમાં બિઝનેસ કરે છે. પવન જોષીને મોડેલિંગ ફોટોનો ખૂબ શોખ છે. સગાઈના દિવસે કિંજલે ચણિયાચોળી પહેરી હતી અને પવન પણ જોધપુરીમાં સજ્જ થયો હતો. સગાઈ થયા બાદ પવને કિંજલ દવેનો એક વીડિયો પણ શેર કર્યો હતો. જે ખૂબ વાયરલ થયો હતો.

કિંજલ દવેએ પાંચ વર્ષ દરમિયાન ફિયાન્સ પવન જોશી સાથેની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ત્યારે સગાઈ તૂટ્યા બાદ કિંજલ દવેએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ફિયાન્સની તમામ તસવીરો હટાવી દીધી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.