જી એલ પટેલ હાઇસ્કુલ ઊંઝા શ્રેયસ કેળવણી મંડળ સંચાલીત જી એલ પટેલ હાઇસ્કુલ ઊંઝાના પટાંગણમાં 15 મી ઓગસ્ટના 78 માં સ્વાતંત્ર દિનની રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી
જી એલ પટેલ હાઇસ્કુલ ઊંઝા શ્રેયસ કેળવણી મંડળ સંચાલીત જી એલ પટેલ હાઇસ્કુલ ઊંઝાના પટાંગણમાં 15 મી ઓગસ્ટના 78 માં સ્વાતંત્ર દિનની રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
શ્રેયસ કેળવણી મંડળ સંચાલિત શાળાઓ જી એલ પટેલ હાઇસ્કુલ કે એલ પટેલ કન્યા વિદ્યાલય જડીબેન ગંગારામભાઈ પટેલ પ્રાથમિક શાળા રૂક્ષ્મણીબેન કાનજીભાઈ પટેલ બાળમંદિરના સંયુક્ત ઉપક્રમે શાળામાં લાયન્સ ક્લબ ઊંઝાના પ્રમુખશ પટેલ હિતેશભાઈ જયંતીભાઈના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.તેમાં ભૂતપૂર્વ ધારાસભ્ય પટેલ નારણભાઈ,પ્રમુખ રમેશભાઈ પટેલ નિયામક વિનુભાઈ રાવલ તેજપાલભાઈ પટવા તથા બધી સંસ્થાઓના આચાર્ય અને એનસીસી ઓફિસર ડીકે ચૌધરી દ્વારા એનસીસી કેડેટ દ્વારા પરેડ કરાવી તિરંગાને સલામી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
તેમાં દેશભક્તિ ગીતો પિરામિડ ડાન્સ દ્વારા બાળકોને દેશભક્તિ યાદ કરાવી સફળ સંચાલન ઇન્ચાર્જ આચાર્યશ્રી ડી કે ચૌધરી દ્વારા કરવામાં આવ્યું
ભારત દેશને 15 ઓગસ્ટ, 1947ના રોજ બ્રિટિશ શાસનથી આઝાદી મળી હતી.દર વર્ષે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. 15 ઓગસ્ટ ભારતીયો માટે ગર્વ અને ખુશીનો દિવસ છે. આ દિવસે ભારતના લોકો ગુલામીમાંથી મુક્ત થયા હતા. ગૌરવની એ ક્ષણને કોઈ ભૂલી શકે તેમ નથી.આ દિવસના મહત્વ વિશે જાણવા માટે,આપણે તેનો ઇતિહાસ જાણવો જરૂરી છે.
15 ઓગસ્ટ, 1947ના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ દિલ્હીના લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને સત્તાવાર રીતે ભારતને સ્વતંત્ર રાષ્ટ્ર જાહેર કર્યું હતું.ત્યારથી દર વર્ષે સ્વતંત્રતા દિવસ પર ભારતીય વડાપ્રધાન લાલ કિલ્લા પર તિરંગો ફરકાવીને દેશવાસીઓને સંબોધિત કરે છે.
આ મહત્વપૂર્ણ પ્રસંગ વર્ષોના અવિરત સંઘર્ષ,અહિંસક પ્રતિકાર અને ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને અન્ય ઘણા લોકોના બલિદાન પછી આવ્યો છે.આ નેતાઓએ આઝાદીની લડત શરૂ કરી હતી.ભારત છોડો આંદોલનના કારણે આખરે વર્ષ 1947માં ભારતીય નાગરિકોને બ્રિટિશ શાસનથી આઝાદી મળી હતી.
15 ઓગસ્ટે 200 વર્ષ સુધી ભારત પર રાજ કરનાર બ્રિટિશ પ્રભુત્વનો અંત આવ્યો હતો.આ દિવસે તે સ્વતંત્રતા સેનાનીઓને યાદ કરવામાં આવે છે.જેમણે દેશની આઝાદી માટે હસતા હસતા પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું.
9913842787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.