( ઘોરણ ૧૦ કેન્દ્રમાં દ્વિતીય નોબલ પબ્લિક સ્કૂલની વિધાર્થિની ) " ધોરણ ૧૦ ની પરિક્ષામાં ડભોઈ કેન્દ્રનું પરિણામ ૪૯.૬૩ ટકા જેટલું નીચું : વાલીઓમાં નારાજગી " - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/j50cgg5nwr8agz7h/" left="-10"]

( ઘોરણ ૧૦ કેન્દ્રમાં દ્વિતીય નોબલ પબ્લિક સ્કૂલની વિધાર્થિની ) ” ધોરણ ૧૦ ની પરિક્ષામાં ડભોઈ કેન્દ્રનું પરિણામ ૪૯.૬૩ ટકા જેટલું નીચું : વાલીઓમાં નારાજગી “


રિપોર્ટ -નિમેષ સોની,ડભોઈ

ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ૨૦૨૨ માં લેવાયેલી ધોરણ - ૧૦ની પરીક્ષાનું પરિણામ આજરોજ જાહેર થયેલ છે, જેમાં બોર્ડનું પરિણામ ૬૫.૧૮ ટકા અને વડોદરા જિલ્લાનું પરિણામ ૬૧.૨૧ ટકા, જ્યારે ડભોઇ કેન્દ્રનું પરિણામ ૪૯.૬૩ ટકા જેટલું ખૂબ જ નીચું આવેલ છે. આ પરીણામથી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં નિરાશા ફેલાઈ ગઈ હતી. જેના કારણે કહી ખુશી કહી ગમના દ્રશ્યો નજરે પડ્યા હતા. ડભોઈ નગરના શિક્ષણવિદો આ સૌથી ઓછા પરિણામથી ચિંતામાં મૂકાઈ ગયા છે અને નગરની શિક્ષણ વ્યવસ્થા વિશે પ્રશ્રો ઉભા થયા છે અને તેના ઉકેલ માટે મોટાપાયે મનોમંથન શરૂ થઈ ગયા છે.
નોબલ હાઈસ્કૂલમાં ૪૨ માંથી ૩૯ વિદ્યાર્થીઓ પાસ થતાં શાળાનું પરિણામ ૯૨.૮૫ ટકા આવેલ છે. શાળામાંથી પ્રથમ અને કેન્દ્રમાં
બીજા નંબરે પટેલ તમન્ના રાજેશભાઈ ૯૮.૯૮ પી.આર, શાળામાં બીજા ક્રમાંકે બરીયા વિશ્વા પ્રવીણભાઈ ૯૪.૯૯ પીઆર, ત્રીજા ક્રમાંકે પટેલ ટ્વીશા શશીકાંતભાઈ ૯૧.૮૭ પી.આર આવેલ છે.
ધો.૧૦ માં શાળામાં ૧ થી ૩ નંબર અને પાસ થનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]