100થી વધુ પોલીસકર્મીઓ દંડાયા, સરકારી કચેરી બહાર ચેકીંગ પણ થશે

100થી વધુ પોલીસકર્મીઓ દંડાયા, સરકારી કચેરી બહાર ચેકીંગ પણ થશે


રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્રારા હાલમાં ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહેરના અલગ અલગ વિસ્તારો અને શાળાના બાળકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટેની સમજણ આપવામાં આવી હતી. હવે રાજકોટ ટ્રાફિક પોલીસ દ્રારા હેલમેટને લઇને કડક કાર્યવાહી કરવાના સંકેત આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવતા 100થી વધુ પોલીસકર્મી કે જેમણે હેલમેટ પહેરેલ ન હોય તેની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »