બોટાદ જિલ્લામાં ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી: ખાસ પૂજા અને હવનનું આયોજન
શહેરમાં ગણેશમહોત્સવની રંગત: "બાપા" મોરીયાના નાદથી ગણેશ પંડાલો ગુંજી ઉઠ્યા
દર વર્ષે ભક્તો ગણેશ ચતુર્થીની આતુરતાથી રાહ જુએ છે અને તેઓ આ દિવસને ખૂબ ધામધૂમથી ઉજવે છે. 10 દિવસ સુધી સતત ચાલતો આ તહેવાર ગણપતિના ભક્તો માટે ખૂબ જ ખાસ છે. દેશ અને વિવિધ રાજ્યો સહિત જિલ્લાઓમાં ગણેશ ઉત્સવનો રંગેચંગે પ્રારંભ થઈ ગયો છે. ત્યારે બોટાદની શેરીઓમાં તથા ઘરે ઘરે ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે.
ગણેશ મહોત્સવ નિમિત્તે બોટાદના બીએપીએસ સ્વામીનારાયણ મંદિર ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. પાળિયાદ રોડ પર આવેલા પાંચપડા, વિહળનગર, ભરતનગર, શાંતિવન, ટાવર રોડ પર દેનાબેંક પાસે, સરકારી હાઈસ્કૂલની સામે, સહિતના વિસ્તારોમાં લોકોએ ભક્તિભાવપૂર્વક ગણેશજીનું સ્થાપન કરી આરાધના આરંભી છે. ગણેશ મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો, પૂજા અને હવનનું પણ ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે.
લોકોમાં ગણેશ મહોત્સવને લઈ થનગનાટ જોવા મળી રહ્યો છે. શહેરમાં ગણેશમહોત્સવની રંગત જામી છે અને "બાપા" મોરીયાના નાદથી ગણેશ પંડાલો તેમજ શેરી-રસ્તા ગુંજી ઉઠ્યા છે.
રિપોર્ટર:ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.