આજે ખેડૂતોને દિવસે લાઈટ આપો એવી રજૂઆત સાથે ચાર ગામના ખેડૂતો પીજીવીસીએલ કચેરીએ પહોંચ્યા - At This Time

આજે ખેડૂતોને દિવસે લાઈટ આપો એવી રજૂઆત સાથે ચાર ગામના ખેડૂતો પીજીવીસીએલ કચેરીએ પહોંચ્યા


ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે પરંતુ ખેડૂતોની સમસ્યાઓનો કોઈ જ ઉકેલ કરતું નથી જેના પુરાવા રૂપ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ચાર ગામો પૈકી ભડલી, ધ્રુપકા, ખાંભા અ પીજીવીસીએલ કચેરીએ પહોંચ્યાને રબારીકા દિવસે લાઈટ આપવામાં આવે તેવી માંગ સાથે સિહોરની પી જી વી સી એલની ગ્રામ્ય કચેરી ખાતે પહોંચ્યા હતા
જોવા જઈએ તો આ વિસ્તારમાં હમણાં છેલ્લા ઘણા સમયથી દીપડા સહિતના વન્ય પ્રાણી જોવા મળે છે અને માલ ઢોરનું મારણ કરે છે તેમજ ખુબજ રંજાડ કરે છે તે બાબત સિહોર ફોરેસ્ટ વિભાગ પણ વાકેફ છે જ ત્યારે આ ચાર ગામો રાત્રી ખેતી કામ કરવા તેમજ પાણી વાળવા ખુબજ ડર અનુભવે છે એવી રજુઆત સિહોર નાયબ ઈજનેર ને કરવામાં આવી હતી
જો આ ગામોને સૂર્યોદય યોજના અંતર્ગત દિવસે લાઈટ મળે તો ખેતી કરી શકાય તેવી આ ખેડૂતોની વ્યથા છે તો આ રજુઆત થકી દિવસે લાઈટ મળે એ એકમાત્ર ઉકેલ સાથે ખેડૂતો પહોંચ્યા હતા
જો આ રજુઆત ધ્યાનમાં લેવામાં નહીં આવે તો આખરે ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ કરવામાં આવશે તેવું આ તમામ ખેડૂતોનું કહેવું હતું
સિહોર ગ્રામ્ય પી જી વી સી એલ ના નાયબ ઈજનેર જીંજાળા સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ નીતિ વિષયક મુદ્દો હોઈ ઊપલી કચેરીએ રજુઆત પહોંચાડી યોગ્ય કરીશું એવી ખાત્રી આપવામાં આવી હતી. રીપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.