બોટાદ શહેરમાં ભાજપ પ્રમુખની નિમણુંક તેમજ નવનિયુક્ત મંડળ પ્રમુખોની યાદી જાહેર થતાં બોટાદનું રાજકારણ ગરમાયું
(પ્રતિનિધી વનરાજસિંહ ધાધલ)
બોટાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે કિરીટભાઈ પાટીવાળા ની નિમણૂક થતા પૂર્વ બોટાદ શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ સાવલિયા, ભીખુભાઈ વાઘેલા, હરેશભાઈ ધાધલ,વગેરે ભાજપ આગેવાનો દ્વારા કિરીટભાઈ ને શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને પંડિત દિનદયાળ ચોક ખાતે ભાજપ કાર્યાલય પાસે ફટાકડા ફોડી ભાજપ ના તમામ હોદ્દેદારો દ્વારા અભિનંદન પાઠવ્યા હતા. સાથે પંડિત દિનદયાળજી ને હાર પહેરાવી પુષ્પ અર્પણ કર્યા હતા સાથે બોટાદ જિલ્લા ભાજપમાં નવનિયુક્ત મંડળ પ્રમુખોની યાદી જાહેર થતાં બોટાદ જિલ્લા ભાજપના તમામ હોદ્દેદારો દ્વારા નવનિયુક્ત મંડલ પ્રમુખોને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.