મહુવા માર્કેટયાર્ડમા રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા ૧૯ કર્મચારીઓનુ સન્માન, ૧૩૦ બૂથ લેવલ ઓફ્સિરને પ્રમાણપત્ર અપાયા - At This Time

મહુવા માર્કેટયાર્ડમા રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા ૧૯ કર્મચારીઓનુ સન્માન, ૧૩૦ બૂથ લેવલ ઓફ્સિરને પ્રમાણપત્ર અપાયા


મહુવા માર્કેટયાર્ડમા રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા ૧૯ કર્મચારીઓનુ સન્માન, ૧૩૦ બૂથ લેવલ ઓફ્સિરને પ્રમાણપત્ર અપાયા

મહુવાના માર્કેટ યાર્ડ ખાતે ૧૫મા રાષ્ટ્રીય મતદાતા દિવસના તાલુકા કક્ષાના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તાલુકા વહીવટી તંત્ર, મામલતદાર, મહુવા, શાસનાધિકારી, મહુવા તેમજ મોટી સંખ્યામાં સેક્ટર ઓફ્સિર તેમજ બૂથ લેવલ ઓફિસર, કેમ્પસ એમ્બેસેડર, વૃધ્ધ મતદારો તેમજ યુવા મતદારો હાજર રહ્યા હતા. વર્ષ દરમિયાન મતદારયાદી સુધારણા તેમજ ચૂંટણી સંચાલનની ઉત્તમ કામગીરી કરવા બદલ ૧૯ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે ૧૩૦ બૂથ લેવલ ઓફિસરને તેની ઉત્તમ કામગીરી બદલ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે મામલતદાર મહુવા દ્વારા લોકશાહીમાં મતદારોના મહત્વ અંગે પ્રેરક ઉબ્દોધન આપ્યુ હતુ. નોંધનીય છે કે, આ વર્ષે રાજ્ય કક્ષાના રાષ્ટ્રીય મતદાતા દિવસના કાર્યક્રમમાં ૯૯-મહુવા વિધાનસભામતદાર વિભાગ માટે મતદારયાદી સુધારણા તેમજ ચૂંટણી સંચાલનની શ્રેષ્ઠ કામગીરી માટે ઈશિતા મેર, તત્કાલિન પ્રાંત અધિકારી, મહુવાને રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ ERO (મતદાર નોંધણી અધિકારી) તરીકે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image