ભાયાવદર નગરપાલિકાના વર્તમાન પ્રમુખ નયનકુમાર જીવાણીને તેમના પદ પરથી કરાયા સસ્પેન્ડ
થોડા મહિના પહેલા ભાયાવદર શહેરમાં બનેલ બનાવ અંગે તેમના વિરૂદ્ધ નોંધાયો હતો ગુનો
(આશિષ લાલકીયા દ્વારા)
ઉપલેટા તા. ૦૯ ઓગસ્ટ ૨૦૨૨, ઉપલેટાના ભાયાવદર નગરપાલિકા હાલના પ્રમુખ નયનકુમાર જયંતીલાલ જીવાણી ઉપર આઈ.પી.સી. ની કલમ-294(ખ)મ 504 અન્વયે ભાયાવદરના સરદાર ચોકમાં જાહેરમાં માણસો ભેગા કરી ઈંગલીશ દારૂની ખાલી બોટલોનો વિડીયો પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરીને ફરીયાદી એવા પંકજસિંહ પ્રભતસિંહ જાડેજા અના. પોલીસ હેડ કોન્સ્ટેબલ ભાયાવદર પોલીસ સ્ટેશન રાજકોટ ગ્રામ્ય, રાજકોટને જાહેરમાં બિભસ્ત ગાળો કાઢી પોલીસની કામગીરી પ્રત્યે ખોટા આક્ષેપી કરી ઉશ્કેરણી જનક વિડીયો વાયરલ કરતા ગુહી બનતા નયનકુમાર જયંતીલાલ જીવાણી ઉપર ભાયાવદર પોલીસ સ્ટેશનમાં એફ.આઈ.આર. નંબર 1121300622">1121300622">1121300622">1121300622">1121300622">1121300622">1121300622">11213006220028 તા.16-01-2022 થી ગુન્હો દાખલ થયેલ હતો.
ભાયાવદર નગરપાલિકાના ના હાલના પ્રમુખ નયનકુમાર જયંતીલાલ જીવાણી ઉપર પ્રોહી. એક્ટની કલમ-66(૧)બી મુજબ પાસ પરમીટ કે આધાર વગર ભાયાવદર નગરપાલિકાના પરીસરમાં કેફી પ્રવાહી સેવન કરેલ હાલતમાં મળી આવતા ગુન્હો બનેલ હતો જે બાબતે ગુનો બનતા નયનકુમાર જયંતીલાલ જીવાણી ઉપર ભાયાવદર પૌલીસ સ્ટેશનમાં એફ.આઈ.આર. 1121300622">1121300622">1121300622">1121300622">1121300622">1121300622">1121300622">11213006220029 તા. 17-01-2022 થી ગુનો દાખલ થયેલ છે તેમજ ભાયાવદર પોલીસ સ્ટેશન તરફથી મળેલ માહિતી મુજબ નયનકુમાર જયંતીલાલ જીવાણી કે જેઓ ભાયાવદર નગરપાલિકાના પ્રમુખ છે તેમને તા.17-01-2022 ના રોજ લોકઅપમાં રાખેલ હતા તેમજ જામીન થતા તેઓને તા.18-01-2022 ના જામીન મુકત થયેલ હતા.
ભાયાવદર નગરપાલિકાના પ્રમુખ નયનકુમાર જયંતીલાલ જીવાણી સામે પગલા લેવા સંદર્ભના પત્રથી પ્રાદેશિક કમિશ્નરશ્રી, નગરપાલિકાઓ, રાજકોટ દ્વારા દરખાસ્ત કરેલ છે જેમાં ગુજરાત નગરપાલિકા અધિનિયમ-1963 ની કલમ-40(1) ના અધિકારો સંદર્ભ-2 ના નોટીફીકેશનથી બન્નેની કચેરીને સુપ્રત કરેલ છે જેથી ભાયાવદર નગરપાલિકાના પ્રમુખ નથનકુમાર જયંતીલાલ જીવાણી સામે ભાયાવદર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ એફ.આઈ.આર. ના 1121300622">1121300622">1121300622">1121300622">1121300622">1121300622">1121300622">11213006220028 તથા એફ.આઈ.આર. નં. 1121300622">1121300622">1121300622">1121300622">1121300622">1121300622">1121300622">11213006220029 થી ગુનો નોંધાયેલ હોવાથી ગુજરાત નગરપાલિકા અધિનિયમ-1963 ની કલમ-40(1) હેઠળ પ્રમુખના હોદ્દા ઉપરથી બીજો હુકમ ન થાય ત્યાં સુધી મોકુફ (સસ્પેન્ડ) રાખવાનો હુકમ કરવામાં આવેલ છે તેમજ હાલ પ્રમુખનો ચાર્જ ઉપપ્રમુખ બધાભાઈ મેરામણભાઈ ખાંભલાને સંભાળવાની રહેશે તેવો હુકમ પણ આ સાથે ફરમાવવામાં આવ્યો છે.
તસ્વીર/અહેવાલ:- આશિષ લાલકીયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.