નવલગઢનીહક્કપત્રકની નોંધ નંબર ૫૨૧૬ની જેમ જ ગુજરાતના તમામ રેવન્યુ અધિકારી ઓ જૂની નોંધો પાડી આપે તેવા આદેશો કરવા ટિમ ગબ્બરની માંગ
નવલગઢનીહક્કપત્રકની નોંધ નંબર ૫૨૧૬ની જેમ જ ગુજરાતના તમામ રેવન્યુ અધિકારી ઓ જૂની નોંધો પાડી આપે તેવા આદેશો કરવા ટિમ ગબ્બરની માંગ
વિસાવદરતા.ટિમ ગબ્બર ગુજરાતના કે.એચ. ગજેરા-એડવોકેટ સુરત તથા વિસાવદરના એડવોકેટ નયનભાઇ જોશી દ્વારા મુખ્યમંત્રી,
રેવન્યુ મંત્રી, રાજ્યપાલ,
તમામ જીલ્લા કલેક્ટરો, તમામ મામલતદારોને લેખિતમાં રજુઆત કરી જણાવેલ છે કે,નવલગઢ ગામના સર્વ નંબર ૬૪ (૪૮૯)તથા ૬૫(૪૯૦)ના વિવાદિત દસ્તાવેજ નંબર ૩૯૭ તા.૯/૬/૧૯૫૦ની જે નોંધ ૭૨ વર્ષ બાદ પડેલ છે તેનાથી જૂની બાબતોનો અંત આવી જાય છે જે જે લોકોને વિવાદિત દસ્તાવેજ હોય તેને સિવિલ કોર્ટમાં જવાની જરૂર રહેતી ન હોય તે રીતે નોંધ દાખલ થયેલ છે ત્યારે તમામ જગ્યાએ એક જ સરખા નિયમો હોય તેથી કોર્ટ કચેરીની પ્રક્રિયામાંથી લોકોને મુક્તિ મળી જશે.કોઈપણ દસ્તાવેજ વિવાદિત હોય તો તેની કાયદેસરતા નક્કીકરવાના અધિકાર માત્રને માત્ર સિવિલ કોર્ટને હોય આ અંગે આપણી નામદાર ગુજરાત હાઇકોર્ટ તથા નામદાર સુપ્રીમ કોર્ટ અસંખ્ય ચુકાદાઓ આપેલ છે તેથી તે સિદ્ધાંતો ધ્યાને લઇ આ જોગવાઈ મુજબ અમુક નોંધો દાખલ કરવાની સમય મર્યાદા જતી રહેલ હોય એમ છતાં પણ જ્યારે ૭૨ વર્ષ જેટલા સમય બાદ પણ ધ્રાંગધ્રા તાલુકાની હક્કપત્રકની નોંધ નંબર ૫૨૧૬ની નોંધ પડેલ છે તેવી જ રીતે ગુજરાતના વિવિધ શહેરોમાં વિવાદિત દસ્તાવેજો અંગે અનેક સિવિલ મેટરો પેન્ડિંગ છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકાની હક્કપત્રકની નોંધ નંબર ૫૨૧૬ ની જેમ જ દરેક વિસ્તારના રેવન્યુ અધિકારીઓ સમય મર્યાદાના કાયદા બાબતે રહેમરાખી આવી નોંધો દાખલ કરી નિયમ મુજબની કાર્યવાહી કરે તે જરૂરી હોય ઉપરોક્ત બાબતે અમારી રજુઆત ધ્યાને લઈને અમારી આ રજુઆત અંગે નિર્ણય તાત્કાલિક અસર થી લેવા યોગ્ય કરવા અને અમારી ઉપરોક્ત રજુઆત લાગુ પડતા વિભાગોમાં કરી કરાવી કરેલ કાર્યવાહીનો લેખિત જવાબ નાગરિક અધિકાર પત્ર અન્વયે અમારા ટિમ ગબ્બરના સરનામે મોકલવા અરજ કરેલ હોવાનું ટિમ ગબ્બર ગુજરાતના વિસાવદરના એડવોકેટ નયનભાઇ જોશીની એક અખબારી યાદીમાં જણાવાયું છે
રિપોર્ટ હરેશમહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.