ઉમેદવારોના ભાવિ EVM સ્ટ્રોંગ રૂમમાં બંધ. હિંમતનગરની પોલીટેક્નિક કોલેજના સ્ટ્રોંગ રૂમની પોલીસ સહિતના જવાનો 4 જૂન સુધી પહેરેદારી કરશે
સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર મતદાન પૂર્ણ થયા બાદ 2326થી વધારે મતદાન મથકોના ઇવીએમ તેમજ વીવીપેટને સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા છે. જ્યાં ત્રણ પ્રકારની સુરક્ષા વચ્ચે 24/7 સીઆરપીએફ પોલીસ સહિત સીસીટીવી કેમેરાથી સુરક્ષિત કરવામાં આવ્યા છે જે આગામી 4 જૂન સુધી યથાવત રહેશે. તો સાબરકાંઠા લોકસભા બેઠક પર 63.56 ટકા મતદાન નોંધાયું છે.
સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની સાત વિધાનસભાઓ સહિત 2326 મતદાન મથકોના ઇવીએમ તેમજ વીવીપેટ હિંમતનગરની પોલીટેકનીક કોલેજ ખાતે અલગ અલગ વિધાનસભા પ્રમાણે સ્ટ્રોંગ રૂમ બનાવી ત્રણ લેયરની ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સુરક્ષિત મુકાયા છે. ત્યારે ભાજપ કોંગ્રેસ સહિત 14 ઉમેદવારોના ભાવિ EVMમાં બંધ થઈ ગયા છે અને EVM સ્ટ્રોંગમાં મુકાઇ યાદ છે
સાબરકાંઠા લોકસભા બેઠક પર 63.56 ટકા મતદાન થયું છે. ત્યારે આગામી મતગણતરી 4 જૂનના રોજ થવાની છે. ત્યારે સ્ટ્રોંગ રૂમ સુધી કોઈપણ વ્યક્તિ ન પહોંચે તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત અત્યારથી જ ગોઠવી દેવાયું છે. સાથોસાથ સીસીટીવી સર્વેલન્સ સહિત સીઆરપીએફના જવાનો પણ સ્ટ્રોંગ રૂમની 24 કલાક સુરક્ષા કરી રહ્યા છે..
રિપોર્ટર. હસન અલી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.