જીઆઇડીસીમાં જૂની અદાવતનો ખાર રાખી યુવકને ત્રણ શખ્સોએ લમધાર્યો
મેટોડા જીઆઇડીસીમાં મોડીરાત્રીના જૂની અદાવતનો ખાર રાખી નાનામવામાં રેહતા હિમાંશુ ખૂંટ નામના યુવક પર ત્રણ શખ્સોએ હુમલો કરતાં સારવારમાં ખસેડાયો હતો.
બનાવ અંગેની વિગત અનુસાર, નાનામવા રોડ પર સિલ્વર રેસિડેન્સીમાં રહેતાં અને મેટોડા જીઆઇડીસીમાં કારખાનામાં નોકરી કરતાં હીમાંશુભાઈ અશોકભાઈ ખૂંટ (ઉ.વ.25) ગતરાત્રીના તેની નાઈટ સિફટમાં નોકરી હોય જેથી તે કારખાને જતો હતો ત્યારે મેટોડા જીઆઇડીસીમાં આવેલ શ્રી રામ હોસ્પિટલ પાસે ઘસી આવેલા રવિ, ઠાકરસી અને અજાણ્યાં શખસોએ જૂની અદાવતનો ખાર રાખી ઝઘડો કરી ઢિકાપાટુનો મારમાર્યો હતો. મારમારીમાં ઇજાગ્રસ્ત યુવકને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે લોધિકા પોલીસને જાણ કરી હતી.
વધુમાં ઇજાગ્રસ્ત યુવકે જણાવ્યું હતું કે, તેના ભાઈ સાથે રવિ સહિતના શખ્સો સાથે અગાઉ ઝઘડો થયો હતો. જે બાદ મારો ભાઇ વિદેશ ચાલ્યો ગયો હતો. જેનો ખાર રાખી મારી પર હુમલો કર્યો હતો. બનાવ અંગે પોલીસે વધું તપાસ હાથ ધરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.