વીરપુર આઈ.ટી.આઈ ખાતે મહેકમ ઘટ્ટ વચ્ચે ઇન્ટ્રક્ટર નો ભારે અભાવ….
મહિસાગર જીલ્લાના વિરપુર ખાતે આવેલી આઈટીઆઈમાં મહેકમ ઘટ વચ્ચે ઇન્ટ્રક્ટરનો ભારે અભાવ જોવા મળી રહ્યો છે. અહીં ૪૦૪ વિદ્યાર્થી વચ્ચે માત્ર ૪ જ ઇન્ટ્રકટર છે. તેમાંય કોઇ ગેરહાજર હોય તો સ્થિતિ કફોડી બને છે. છેલ્લા કેટલાક દિવસથી ઇન્ટ્રકટરના અભાવે વિદ્યાર્થીઓ અભ્યાસ ઓછો અને ટોળ ટપ્પા કરતાં વધુ દેખાય છે.
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર છેલ્લા કેટલાક વરસોથી કૌશલ્ય વર્ધક શિક્ષણ ઉપર ભાર મુકવામાં આવી રહ્યો છે. સામાન્યમાં સામાન્ય યુવક પણ કોઇ પણ નાની કલા શિખી પોતાનો સ્વરોજગાર શરૂ કરી શકે તે માટે આઈટીઆઇમાં વિવિધ કોર્સિસ શરૂ કરવામાં આવી રહ્યાં છે. પરંતુ છેવાડાના વિરપુરમાં તેના ઉંધી સ્થિતિ જોવા મળી રહી છે. વિરપુર આઈટીઆઈ માત્ર સર્ટિફિકેટ જ આપવા માટે રહી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. અહીં આઈટીઆઈમાં વિરપુર ઉપરાંત આસપાસના તાલુકાના ૪૦૪ વિદ્યાર્થીઓ ફિટર, વાયરમેન, ઇલેક્ટ્રીશ્યન, વેલ્ડર, ડિઝલ, કોપા, સુઇ ટેકનો સહિત વિવિધ ક્ષેત્રે કૌશલ્ય પ્રાપ્ત કરવા અભ્યાસ કરવા આવે છે. પરંતુ ખાટલે મોટી ખોડ એ વાતની છે કે અહીં વિદ્યાર્થીને ભણાવવા માટે કોઇ ઇન્ટ્રક્ટરનો જ અભાવ છે. અહીં ૪૦૪ વિદ્યાર્થી વચ્ચે માત્ર ૪ જ ઇન્ટ્રક્ટર છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, વિરપુર આઈટીઆઈમાં ૧૪ ઇન્ટ્રક્ટરનું મહેકમ મંજુર કરવામાં આવ્યું છે. પરંતુ તંત્ર દ્વારા ભરતી કરવામાં ન આવતાં અહી માત્ર ૪થી જ રગશ્યુ ગાડુ ગબડી રહ્યું છે. તેમાંય કેટલાક વિદ્યાર્થી માટે વિરપુર આઈટીઆઈ માત્ર સર્ટિફિકેટ લેવા માટે જ નામ નોંધાવતા હોય તેવું દેખાઇ રહ્યું છે....
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે
