સવારના તારું મોઢું જોઈને મારો દિવસ સારો જતો નથી કહી પરિણીતા પર સાસરિયાનો ત્રાસ - At This Time

સવારના તારું મોઢું જોઈને મારો દિવસ સારો જતો નથી કહી પરિણીતા પર સાસરિયાનો ત્રાસ


સવારના તારું મોઢું જોઈને મારો દિવસ સારો જતો નથી કહી પરિણીતા પર સાસરિયાં પક્ષ વાળા ત્રાસ આપતાં જે અંગે પરિણીતા મેઘાબેન સોલંકીએ પતિ જીજ્ઞેશ સોલંકી, સાસુ ભાવનાબેન, સસરા પ્રવિણભાઈ અરજણભાઈ સોલંકી, જેઠ ગૌતમભાઈ, જેઠાણી ચંદ્રિકાબેન, દીયર આશિષ, કાકાજી સાસુ લીલાબેન સામે ફરીયાદ નોંધાવી હતી.
ફરિયાદી મેઘાબેન (ઉ.વ.26)એ જણાવ્યું કે, હાલ હું મારા પિતા અશોકભાઈ ખીમજીભાઈ પરમારમાં ઘરે નાનામવા મેઇન રોડ હોન્ડા શોરૂમની સામે કૈલાશ સોસાયટી શેરી નં-2 રાજકોટ ખાતે રહું છું. મારા પતિ અને સાસરિયા સભ્યો મેટોડા જીઆઈડીસી ગેટ નં-3ની આગળ પાઠક સ્કુલની સામે ગ્લોરીયસ સોસાયટીમાં રહે છે. હું એસ્ટ્રોન ચોક મનન હોસ્પિટલમાં રીસેપ્સનીસ્ટ તરીકે છેલ્લા પાંચ વર્ષથી નોકરી કરું છું. મારા પતિ જીજ્ઞેશ સોલંકી વિદ્યાનગર મેઇન રોડ પર આવેલ મહેક લેબમાં નોકરી કરે છે.
અમારા લગ્ન તા.23/06/2020ના રોજ થયેલ. લગ્ન બાદ હું સાસરિયામાં રહેવા ગઈ. લગ્નના થોડા દિવસ મારા સાસુ-સસરા તથા પતિએ મને સારી રીતે રાખેલ બાદ સાસુ મને કહેતા કે, સવારના તારૂ મોઢુ જોઇને મારો દિવસ સારો જતો નથી. મહેણાટોણા મારતા. સસરા તેઓ પણ મારી સાથે ઝઘડા કરતા. ઝઘડા વધતા હું અને મારા પતિ અવધના ઢાળ પાસે વીર સાવરકર આવાસ યોજનાના કવાર્ટરમાં રહેવા ગયા. દરમિયાન મારા સાસુ-સસરા મને કહેતા કે, તું તારા પીયર હતી ત્યારે નોકરી કરતી હતી તો અહીં સાસરીયામાં આવી પણ નોકરી કરવી જ પડશે. અને ઘરખર્ચ માટે પૈસાની ખેચતાણ પડે તો સાસુ સસરા કહેતા કે તુ તારા માતા પીતા પાસે થી લઈ આવજે. હું સગર્ભા થતા બાળક ખોડ-ખાપણ વાળું હોય, જેથી ડોક્ટરે મને જણાવેલ કે, આ બાળક કઢાવી નાખો. જેથી આ બાળક મે ડોક્ટરની સલાહ મુજબ કઢાવી નાખેલ. ત્યારે મારા સાસુએ જણાવેલ કે, આમ પણ આ દીકરી હતી.
જે કર્યું તે સારૂ કર્યું તેમ કહેવા લાગેલ. મારા સાસુએ કે તેમના પરીવારજનોએ મારી કોઈ સાર સંભાળ કે દરકાર લીધેલ નહી. જેથી હું મારા માતા પિતાના ઘરે આવી ગયેલ. બાદ હું મારા પતિ સાથે રહેવા આવી ગયેલ. એક વાર ઘરે મારા જેઠ ગૌતમભાઈ, દિયર આશીષભાઈ, જેઠાણી ચેન્દ્રીકાબેન કાકીજી સાસુ લીલાબેન એમ બધા હાજર હતા. બધાએ મારી સાથે ઝઘડો કરેલ અને મારા જેઠ ગૌતમભાઈ કહેવા લાગેલ કે, તું હવે જોતી નથી. તું મારા ભાઈને ખાઈ ગઈ, તારા ત્રાસથી મારો ભાઇ ક્યાંક ભાગી ગયેલ છે. તેમ કહી આ બધાએ અપશબ્દો આપી અને મને ધક્કો મારી ઘરમાંથી બહાર કાઢી મુકેલ. તા.16/3/2024 ના રોજ મારા દીયર સંજયભાઇના લગ્ન હતા. મારા સસરાના ઘરે ગઈ તો મારા દીયર, જેઠ તથા મારા પતિએ મને ઢીકાપાટુનો મુંઢ મારા મારેલ હતો.
આ અંગે રાજકોટ શહેર મહિલા પોલીસ મથકે ગુનો દાખલ થતા પોલીસે આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.