-નેશનલ હેલ્થ મિશન કરાર આધારિત કર્મચારીઓની વિવિધ માંગણીઓ પુરી કરવા ટિમ ગબ્બર ની રજુવાત - At This Time

-નેશનલ હેલ્થ મિશન કરાર આધારિત કર્મચારીઓની વિવિધ માંગણીઓ પુરી કરવા ટિમ ગબ્બર ની રજુવાત


ટિમ ગબ્બર ગુજરાતના કે.એચ. ગજેરા એડવોકેટ સુરત તથા વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશીને નેશનલ હેલ્થ મિશન કરાર આધારિત કર્મચારીઓ દ્વારા મૌખિકમાં રજુઆત મળેલ છે કે, નેશનલ હેલ્થ મિશન કરાર આધારિત કર્મચારીઓ ટેક્નિકલ અને નોન ટેક્નિકલ કેડરમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા આરોગ્યલક્ષી વિવિધ કામગીરી કરવામાં આવે છે ઉપરોક્ત કર્મચારીઓ દ્વારા નીચે મુજબના મુદ્દાઓ અમારી સમક્ષ રજૂકરવામાં આવેલ છે જેમાં આવા કર્મચારીઓ ઇન્ક્રીમેન્ટમાં ૫% છે ત્યાં ૧૦%નો કરાર રીન્યુ વખતે વધારો કરવા,તથા સમાનકામ સમાન વેતન અને જોબ સિક્યોરિટી આપવા અને આવા કર્મચારીઓ નો બેજ પે વધારવા,આવા કર્મચારીઓને વર્ગ ૩ ના કર્મચારીઓ ગણવા તથા ઇ.પી.એફ કપાતનો લાભ આપવા અને કોરોના કાળમાં શનિ, રવિવારે કરેલ કામગીરી નું વળતર આપવા તેમજ જિલ્લા ફેરબદલી, ચાર્જ એલાઉન્સ આપવા pmjay યોજનાનો લાભ આપી મૃત્યુ સહાય દશ લાખ કરવા તથા ઉપરોક્ત કર્મચારીઓ માટે સર્વગ્રાહી આવકાર દાયક એચ આર પોલિસી બનાવવા સબંધે તેઓના યુનિયન તરફથી તા.૩૦/૦૮/૨૨ના રોજ માંગણી કરવામાં આવેલ હોય તેથી ઉપરોકત બાબતે અમારી આ રજુઆતછે

રિપોર્ટ હરેશમહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.