બાલાસિનોર એક વર્ષથી પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને LCBએ રૈયોલી થી ઝડપી પાડ્યો - At This Time

બાલાસિનોર એક વર્ષથી પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને LCBએ રૈયોલી થી ઝડપી પાડ્યો


બાલાસિનોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા પ્રોહીબિશનના ગુનાનો મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામનો રહેવાસી આરોપી રમેશ ફતા ચૌહાણ છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો હતો. જેને મહિસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે તેના ઘરે આવેલો હતો, તે સમયે ઝડપી પાડ્યો હતો.

પંચમહાલ રેન્જ નાયબ પોલીસ મહાનિરિક્ષ એમ.એસ.ભરાડાની સૂચના આનુસર મહિસાગર જિલ્લા પોલીસ અધિક્ષક રાકેશ બારોટ દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના મુજબ મહિસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી.ભરવાડની સૂચના અને માર્ગદર્શન હેઠળ LCBની ટીમ દ્વારા અલગ અલગ ટીમો બનાવી કામગીરી હાથ ધરી હતી.
આરોપીને બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો

ત્યારે લોકલ ક્રાઈમ બ્રાન્ચના IP આર.ડી.ભરવાડને બાતમી મળી હતી કે બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનાનો નાસતા ફરતા આરોપી રમેશ ફતા ચૌહાણ તેના ઘરે રૈયોલી ખાતે આવેલો છે. જેના આધારે મહિસાગર LCB સ્ટાફના માણસો સંજયભાઈ, વિનોધભાઈ, રાજેશભાઇ, મહિપાલસિંહ અને વિક્રમસિંહે ટીમ બનાવી આરોપીના ઘરે તપાસ કરતાં આ નાસતો ફરતો આરોપી ત્યાં હાજર મળી આવ્યો હતો. જેને પગલે તેને પકડી પાડવામાં આવ્યો હતો અને કાયદેસરની આગળની કાર્યવાહી કરવા માટે બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon