ઉના પોલીસની અનોખી પહેલ એકલા રહેતા સિનિયર સિટીઝન ની મુલાકાત લેતા ઉનાના પી.આઈ.મશી સાહેબ - At This Time

ઉના પોલીસની અનોખી પહેલ એકલા રહેતા સિનિયર સિટીઝન ની મુલાકાત લેતા ઉનાના પી.આઈ.મશી સાહેબ


ઉના પોલીસ દ્વારા એકલા રહેતા સીનીયર સીટીઝનની મુલાકાત લેવામાં આવેલ . શ્રી પોલીસ મહાનિરીક્ષક શ્રી મનીન્દરસીંગ પવાર સાહેબશ્રી જુનાગઢ રેન્જ જુનાગઢ તથા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ વેરાવળ વિભાગ , વેરાવળ નાઓની સુચના મુજબ ઉના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એકલા રહેતા સીનીયર સીટીઝનની મુલાકાત લઈ અને કોઈ જાતની તકલીફ હોય તે અંગે ખબર અંતર પુછવા સુચના કરેલ હોય જે અંગે આજરોજ અમો તથા SHE - TEAM ના સભ્યો સાથે ઉના પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં દેલવાડા રોડ ઉપર રહેતા વયોવૃધ્ધ દંપતીની મુલાકાત લઈ ખબર અંતર પુછી તેમજ કોઈ જાતની તકલીફ કે જરુરીયાત હોય તો અમોને જાણ કરવા તેમજ ઉના પોલીસ તમારી સાથે છે જે અંગે આશ્વાશન આપી અમારા સંપર્કમાં રહેવા જાણ કરી શુભેચ્છા મુલાકાત લેવામાં આવેલ છે .

રિપોર્ટર માવજી વાઢેર ઉના દીવ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon