જગાપુરા ગામે ત્રી દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી ની શરૂઆત - At This Time

જગાપુરા ગામે ત્રી દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી ની શરૂઆત


જગાપુરા ગામે ત્રી દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી ની શરૂઆત

30, 31 માર્ચ થી 1 એપ્રિલે જગાપુરા ગામમાં ગોદળનાથ મહારાજ અને આશાપુરા માતાજી તથા ગામના તમામ મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની તૈયારી ઓ છેલ્લા ૨૦ દિવસથી ગામ ના લોકો દિવસ રાત મહેનત કરી ને કરી રહયા હતા.

આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ, ગૃહ મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી અને મંત્રીશ્રી બળવંતસિંહ રાજપુત તેમજ અન્ય અનેક મોંઘેરા મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યુ છે.

પ્રાણ પ્રતિષ્ઠા ના ભાગરૂપે એક મહિના પૂર્વે 200થી વધુ વૃક્ષારોપણ કરી પર્યાવરણને જાળવણીની પહેલ કરવામાં આવી .

જગાપુરા સમસ્ત ગામ દ્વારા 30 31 માર્ચ અને 1 એપ્રિલના રોજ ગોદળનાથ મહારાજ આશાપુરા માતાજી અને ગામના તમામ મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઈ રહ્યા ,છે ત્યારે આ મહોત્સવમાં અનેક પ્રકારની તૈયારીઓ ચાલી રહી હતી જેમાં 50,000 થી વધુ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ અવસરમાં અનેક મોઘેરા મહેમાનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે .તેમજ ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અલગ અલગ અનેક કાર્યક્રમો યોજાવનાર છે જેમાં તમામ મહેમાનોને પ્રસાદનો લાભ દર્શનનો લાભ અને જગાપુરા ગામ સમાજ જે પણ આયોજન કરવામાં આવેલ છે તે ખૂબ જ સુંદર અને રોશની થી ઝળહળતું જગાપુરા ગામમાં તમામનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આ પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવમાં 50થી વધુ બ્રાહ્મણો દ્વારા યજમાનો થકી મહાયજ્ઞ કરવામાં આવનાર છે. ત્રણ દિવસમાં 50,000 થી વધુ આમંત્રિત મહેમાનો માટે ભોજન પ્રસાદ ની વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે આરોગ્યની વ્યવસ્થા, ફાયર વ્યવસ્થા તેમજ મહેમાનોને કોઈપણ પ્રકારની અગવડતા ઉભી ન થાય અને પ્રસંગ ખૂબ જ સારી રીતે ધૂમધામથી ઉજવાય તે માટે જગાપુરા સમસ્ત ગામ આયોજકો તન મંન ધનથી મહેનત કરી રહ્યા છે.

રિપોર્ટ -: જીગર પટેલ વડનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image