મહુવામાં નેશનલ હાઈવે નેસવડ ચોકડી પાસે ભંગારના ડેલામાંથી અનાજનો ૪૭ ટન જથ્થો મળી આવ્યો - At This Time

મહુવામાં નેશનલ હાઈવે નેસવડ ચોકડી પાસે ભંગારના ડેલામાંથી અનાજનો ૪૭ ટન જથ્થો મળી આવ્યો


મહુવામાં નેશનલ હાઈવે નેસવડ ચોકડી પાસે ભંગારના ડેલામાંથી અનાજનો ૪૭ ટન જથ્થો મળી આવ્યો

મહુવામાં ગરીબોના હક્કનો સરકારી અનાજના જથ્થાના કાળો કારોબારનો પર્દાફાશ થયો છે. એક ભંગારના ડેલામાં અધધ.. ૪૭ ટન સરકારી અનાજનો જથ્થો મળી આવતા પુરવઠા વિભાગે તે જથ્થો સીઝ કરી આગળની કાર્યવાહી માટે જિલ્લા પુરવઠા અધિકારીને રિપોર્ટ મોકલી આપ્યો છે

મહુવાના નેશનલ હાઈવે પર આવેલી નેસરવડ ચોકડી નજીક એક ભંગારના ડેલામાં સરકારી અનાજનો મસમોટો જથ્થો સગેવગે કરવામાં આવી રહ્યો હોવાનો કોઈ જાગૃત નાગરિકે વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ વીડિયોમાં સરકારી અનાજનો જથ્થો ગેરકાયદે પગ કરવામાં આવી રહ્યો હોવાની વાત સરકારી તંત્રના કાને પહોંચતા મહુવાનું પુરવઠા વિભાગ આખરે હરકતમાં આવ્યું હતું અને ભંગારના ડેલામાં દોડી જઈ તપાસ કરતા ઘઉંના ૪૫૧ કટ્ટા, ચોખાના ૪૮૧ કટ્ટા, ચણાના ૨ કટ્ટા અને બાજરીના ત્રણ કટ્ટા મળી ૪૭ટન જેટલો અનાજનો જથ્થો સહિત કુલ રૂા.૧૫,૯૭,૬૪૦નો મુદ્દામાલ જપ્ત કરી ભાવનગર પુરવઠા અધિકારીને રિપોર્ટસોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image