ખીરસરા વિંજાણ નું રસ્તો ક્લિયર હોવા છત્તા તંત્રના અધિકારીઓ રેગ્યુલર રૂટ ઉપર s t દોડાવવા કરે છે આનાકાની
હાલમાં જ્યારે તાવ ઉધરસ શરદી ઝાળા મલેરીયા ડેન્ગ્યુ વગેરે જેવા જીવલેણ વાયરસ ફેલાયેલા છે ત્યારે ખીરસરા વિં.અને મિયાણી ના ગરીબ અને મધ્યમ વર્ગ ના લોકો ને દવાઓ લેવા મોથાળા અને ભુજ જવા ની ફરજ પડતી હોય છે પ્રાઈવેટ વાહનો ના ભારે ભરખમ ભાડા થી બચવા માટે લોકો ને ગવર્મેન્ટ પબ્લિક ટ્રાન્સપોર્ટ વાહન ની જરૂર પડતી હોય છે ત્યારે ખીરસરા વિં. અને મિંયાણી ના લોકો માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને અહીં ના છાત્રો હાજાપર કનકપર અને ભુજ અભ્યાસ માટે જાય છે તેમને પણ પ્રાઈવેટ વાહનો માં જવા માટે મજબૂર થવું પડે છે
જ્યારે ગામ નાં સરપંચ એ આ બાબતે નલીયા ડેપો મેનેજર ને એસ.ટી. બસ રાબેતા મુજબ ચાલુ રાખવા રજુઆત કરી ત્યારે મેનેજર એ ખોટા આક્ષેપો કરી અંતે રોડ નો બહાને પોતાની ખુન્નસ વ્યક્ત કરી હતી
નલીયા એસ.ટી.બસ મેનેજર જાણે પોતાની પ્રાઈવેટ બસો ચલાવતા હોય તેવું ગામના પ્રથમ નાગરિક સાથે વર્તન કરે છે ત્યારે આમ આદમી તેમનાથી શું આશા રાખી શકે શું આવા તાનાશાહો ઉપર તેમના ઉપર ના અધિકારીઓની ની મિઠી નજર છે કે કાયદા વ્યવસ્થાની કોઈ બીક નથી આવા તાનાશાહી લોકો જ્યારે વર્ષોથી એકજ જગ્યાએ સર્વિસ કરતા હોય છે ત્યારે ઓરમાયું વર્તન કરવાની ખુન્નસ તેમનામાં ઉદ્ભવે છે તે વાત સાર્થક થાય છે
ખીરસરા વિં. અને મિંયાણી માં 15/20 માઈનીંગ લીજો આવેલી છે ત્યાં ટ્રાન્સપોર્ટ માટે હરરોજ સૈંકળો વાહનો અવરજવર કરે છે તેમને રોડ રસ્તા નો પ્રોબ્લેમ નથી નળતો પરંતુ હાથ ઉંચો કરો અને બસમાં બેસો જેવા સુત્રો અને નારાઓ આપનાર ગુજરાત એસ.ટી.નીગમ ના નલીયા ડેપો અધિકારીઓ ને કઈ રીતે નડે છે ?
થોડાક સમય પહેલા નલીયા મેનેજર અને બસ ડ્રાઈવર ની એક ઓડીઓ વાયરલ થઈ હતી કે ડ્રાઈવર ને કોઈક જગ્યાએ લગ્ન પ્રસંગ માં જવા માટે વહેલી રજા જોઈતી હોય છે ત્યારે ડેપો મેનેજર પોતે તેમને અમુક ગામડાઓ રૂટ માંથી બાદ કરવાની સલાહ આપે છે
ગામનાં પ્રથમ નાગરિક જ્યારે ઓડીઓ માં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા કહ્યું તે છતાં પણ તેમને જાણે કોઈ નો ખોફ નથી તે રીતે લાપરવાહી થી જવાબ આપે છે
સુલ્તાન એહમદ હિંગોરા...........રિપોર્ટ બાય:
સલીમ હિંગોરા-અબડાસા
એટ ઘીસ ટાઈમ ન્યુઝ
9727330305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.