જસદણ તાલુકાની શ્રી લીલાપુર કુમાર પ્રાથમિક શાળા નું નામ ઉજ્જવળ કરતો ધોરણ 1 નો વિદ્યાર્થી વિક્રમાદિત્ય ડોબરિયા
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તરફથી નિપુણ ભારત કાર્યક્રમ અંતર્ગત બાળકોમાં કૌશલ્યનો વિકાસ થાય તે હેતુથી ધોરણ બાલવાટિકા તેમજ ધોરણ 1 અને 2 માટે જસદણ તાલુકા કક્ષાએ વાર્તા કથન સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા કક્ષાએ શ્રી લીલાપુર કુમાર પ્રાથમિક શાળા નો ધોરણ 1 નો વિદ્યાર્થી ડોબરીયા વિક્રમાદિત્ય સુભાષભાઈ એ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. જે સંદર્ભે તેમના માર્ગદર્શક શિક્ષક તરીકે રામાણી મનીષાબેને માર્ગદર્શન આપ્યું હતું. શ્રી લીલાપુર કુમાર શાળાનો વિદ્યાર્થી હવે જિલ્લા કક્ષાએ જસદણ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. જસદણ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.આર.સી કો.ઓ તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ તકે શ્રી લીલાપુર કુમાર શાળા સ્ટાફ અને ગામ લોકોએ પણ વિદ્યાર્થીને જિલ્લા કક્ષાએ સફળતા મળે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.