231 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા: ધોરણ 10 હિન્દી વિષયમાં 5243 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી - At This Time

231 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા: ધોરણ 10 હિન્દી વિષયમાં 5243 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી


સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ - 10 અને ધોરણ -12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા- 2024નો પ્રારંભ 11 માર્ચ 2024ના રોજ થયો હતો.સાબરકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીથી મળેલ માહિતી મુજબ, ધોરણ-10 હિંન્દી વિષયમાં 5474 વિદ્યાર્થીઓ પૈકી 5243 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે 231 વિદ્યાર્થીઓની ગેરહાજરી નોંધાઇ હતી. જે પૈકી 39 દિવ્યાંગ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સંસ્કૃત વિષયમાં 7903 વિદ્યાર્થીઓ, અરેબિક વિષયમાં 275 વિદ્યાર્થીઓ, ઉર્દુ વિષયમાં 08 વિદ્યાર્થીઓ, એગ્રીકલ્ચર વિષયમાં 130 વિદ્યાર્થીઓ, અપેરલ મેડ અપ એન્ડ હોમ ફીનીશીંગ વિષયમાં 80 વિદ્યાર્થીઓ, આઇ ટી વિષયમાં 16 વિદ્યાર્થીઓ, ઇલેક્ટ્રોનિક એન્ડ હાર્ડવેર વિષયમાં 59 વિદ્યાર્થીઓ, રીટેઇલમાં 18 વિદ્યાર્થીઓ, પુરોહિતમ વિષયમાં 14 વિદ્યાર્થીઓ, બ્યુટી એન્ડ વેલનેસ વિષયમાં 114 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં ચિત્ર સૈધાંતિક વિષયમાં 32 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમજ કમ્પ્યુટર પરીચય વિષયમાં 119 વિદ્યાર્થીઓ, સાહિત્યમમાં 14 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં સંસ્કૃત 2033 વિદ્યાર્થીઓ, કોમ્પ્યુટર વિષયમાં 949 વિદ્યાર્થીઓ, ગુજરાતીમાં 152, ગુજરાતીમાં એક અને અરેબિક વિષયમાં 11 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.