ઈડર પોલીસે હની ટ્રેપ મારફતે પૈસા પડાવતી બે મહિલા સહિત સાત ની ગેંગને રંગે હાથે ઝડપી પાડી - At This Time

ઈડર પોલીસે હની ટ્રેપ મારફતે પૈસા પડાવતી બે મહિલા સહિત સાત ની ગેંગને રંગે હાથે ઝડપી પાડી


ઈડર પોલીસે હની ટ્રેપ મારફતે પૈસા પડાવતી બે મહિલા સહિત સાત ની ગેંગને અલગઅલગ જગ્યાએથી રંગે હાથે ઝડપી પાડી

ફરિયાદ ના આધારે મળતી માહિતી મુજબ અમદાવાદના વટવા ગાયત્રી રોડ પાસે રહેતી કાવ્યાબેન વીવીયન ખેવીયન ઉબાડે તથા જવાનપુરા ધરોઇ, તા. સતલાસણા ,જી.મહેસાણા ના ચેતનાબેન જુગાજી વીરાજી ઠાકોર નામની બે મહિલાઓ એ ભેગા મળી મિતેષભાઇ પટેલ રહે.કાંસા, તા.વિસનગર ,જી. મહેસાણા ના ફોન ઉપર વોટ્સપ કોલ તથા મેસેજ ધ્વારા વાતચીત કરી મિતેષભાઇને વિશ્વસમા લઇ પ્રેમ સંબધનુ નાટક રચી મિતેષભાઇને હોટલમાં રૂબરૂ મળવા માટે લલચાવી બોલાવી મિતેષભાઇ સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. તે વખતે બે મહિલાઓ અને તેમના સાથીદારો વિજયનગર ના પાલ ચીતરિયાના ઉપેશકુમાર સુરેશભાઈ સોલંકી તથા પ્રિંયાશકુમાર સુરેશભાઈ સોલંકી તેમજ ઇડર તાલુકાના પાનોલ બસ સ્ટેન્ડની બાજુમાં રહેતો જય કિશન રમેશભાઈ ડાભી નામના ઇસમોને સાથે રાખી બે મહિલાઓ સહિત ત્રણેય ઇસમોએ મિતેષભાઇ પાસેથી પૈસા પડાવવાનુ તથા બદનામ કરવાનુ અગાઉથી કાવતરૂ રચી ગેરકાયદેસર અટકાયત કરવાના ઇરાદાથી બિભત્સ ગાળો બોલી મિતેષભાઇને ગડદાપાટુનો માર મારી ખન્જર તથા ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની તેમજ બળાત્કારનો ખોટો કેસ કરવાની ધમકી આપી મિતેષભાઇ પાસેના જુદાજુદા એ.ટી.એમ.માથી રૂ. 50 હજાર બળજબરીથી કઢાવી લીધા હતા.ત્યારબાદ રૂ. 4.50,000 ની માંગણી કરી મિતેષભાઇ પાસેની મારૂતી સુઝુકી બ્રેજા ગાડી ની બળ જબરી પૂર્વક સ્ટેમ્પ કરાવી ગાડીનો કબ્જો મિતેષભાઇ પાસેથી લઇ લીધો હતો.તેમજ મિતેષભાઇ પાસે થી બીજા રૂ.4.50,000 ખંડણી માંગી તે માટે ઇડર બોલાવી ઉપેશકુમાર સોલંકી તથા પ્રિયાશુંકુમાર સોલંકી તેમજ ઇડર હાલુડી વિસ્તારમાં રહેતા કિશનસિંહ ઉફૅ મોન્ટુ લક્ષ્મણસિંહ દેવડા નામના ઇસમોએ મિતેષભાઇ પાસેથી ખંડણીના પૈસા માગતા મિતેષભાઇ એ પોલીસે ને જાણ કરી હતી.ઇડર પોલીસે છટકુ ગોઠવી છટકા દરમ્યાન રૂ. 2 લાખ લેતા ઇસમોને રંગે હાથ ઝડપી પાડયા હતા. તેમજ મહિલા સહિત બિજા ઇસમોને ખંડણીના પૈસા લેવાની રેકીમા પોલીસે તમામ ને ઝડપી લઇ ઇડર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ઓ.કે.જાડેજા એ પકડાઈ ગયેલ બે મહિલા અને પાંચ ઇસમો સહિત સાતેય વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.