પાલીતાણા શહેરના વણકર વાસ આંબેડકર લાયબ્રેરી હોલ ખાતે સામાજીક સમરસતા શિબિર યોજાઈ
પાલીતાણા શહેરના વણકર વાસના આંબેડકર લાયબ્રેરી હોલ ખાતે સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના જાતિ કલ્યાણ દ્વારા પાલીતાણા ખાતે સામાજીક સમરસતા શિબિર યોજાઈ પાલીતાણા શહેર અને તાલુકાના અધિકારી અને પદાધિકારીઓના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી શિબિર પ્રારંભ કરવામા આવ્યો સ્વાગત પ્રવચન પનાહ ફાઉન્ડેશન શિલ્પાબેન સોલંકી એ કર્યું અને ઉપસ્થિત મહેમાનોનું પુસ્તિકાથી સ્વાગત સન્માન કરવામાં આવ્યુ આ શિબિરમાં પાલીતાણા ભાજપ મહિલા પ્રમુખ કીર્તિબેન,પૂર્વ નગરસેવક દેવજીભાઈ ઉર્ફે બોબીભાઈ, તા.પં.ન્યાય સમિતિ અધ્યક્ષ દલપતભાઈ બાબરીયા સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી સામાજીક સમરસતા વિશે માર્ગદર્શન આપ્યુ હતુ આ શિબિરમાં પાલીતાણા શહેર માંથી અનુસૂચિત જાતિના લોકો અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા અને શિબિરનો લાભ લીધો હતો
રીપોર્ટ નિલેષ ઢીલા
+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે
