એક પિતા દ્વારા હપ્તો આપી દેશી દારૂ ન વેચાણ ખુદ પોલીસે ચાલુ કરાવ્યો નો આક્ષેપ કરતો વિડીયો વાયરલ કર્યો - At This Time

એક પિતા દ્વારા હપ્તો આપી દેશી દારૂ ન વેચાણ ખુદ પોલીસે ચાલુ કરાવ્યો નો આક્ષેપ કરતો વિડીયો વાયરલ કર્યો


-- બળજબરી પોલીસ દ્વારા મારા પુત્ર પાસે દારૂ નો વેપાર કરતા શીખડાવ્યું નો આરોપ
-- હપ્તા ઉઘરાવતા પોલીસ કર્મી સામે પગલાં ભરવામાં નહિ આવે તો આત્મ વિલોપન કરવાની ચીમકી આપી

(પ્રતિનિધી વનરાજસિંહ ધાધલ)
બોટાદ ના પાળીયાદ રોડ ઉમાંપાર્ક સોસાયટી ખાતે રહેતા પ્રવીણભાઈ દડુભાઈ ભાભળાં દ્વારા બોટાદ પોલીસ દ્વારા હપ્તો લઈ દારૂ વેચાણ કરાવી અને મારાં પુત્ર નું ભવિષ્ય બગાડ્યું અને પોલીસ દ્વારા રેડપાડી કનડગત કરતા હોવાનો આક્ષેપ કરતો વિડીયો વાયરલ કર્યો વિડીયો માં પ્રવીણભાઈ દ્વાર પોતાના પુત્ર ને ખુદ પોલીસ દ્વારા હપ્તા આપી દારૂ નું વેચાણ કરાવ્યું હતું જેમાં બોટાદ પોલીસ ના જયપાલસિંહ અનીરૂધ્ધસિંહ ચુડાસમા , અજય જમાદાર, રાજભા ટાંક, ગોકુળભાઈ ભરવાડ, વનરાજભાઈ ડવ, એસ પી સાહેબ ના કમાન્ડર વગેરે પોલીસ હપ્તો લઈ જાય છે તેમ છતાં પોલીસ દ્વારા મારા ઘરે રેડ પાડી ઘર નો સામાન વેર વિખેર કરી નાખી કનડગત કરતા હોવાના પોલીસ પર આક્ષેપ કરતો વિડીયો વાયરલ કર્યો જો આ બાબતે જિલ્લા પોલીસ વડા દ્વારા હપ્તા ઉઘરાવતા પોલીસ કર્મી સામે કાયેદેસરના પગલા ભરવામાં નહી આવે તો કલેકટર ઓફિસે જઈ આત્મ વિલોપન કરવાની ચીમકી આપી હતી
બોટાદ જિલ્લા પોલીસ વડા દ્વારા જણાવ્યું હતું કે જે વિડીયો વાયરલ થયેલ જેમાં પ્રવીણભાઈ ભાભળાં છે તેમના ઘરેથી ઈગ્લિશ દારૂ ની 118 બોટલ મળી આવેલ હતી અને ભૂતકાળમાં માં પણ આ પ્રવીણભાઈ અને તેમના પુત્ર માથે ધાક ધમકી અને જુગાર, દારૂ ના ગુન્હા નોંધાયેલા છે અને જે વિડીયો વાયરલ કર્યો છે તે બાબતે તેની સામે અટકાયેતી પગલા ભરવામાં આવશે અને જો પોલીસ ની બેદરકારી સામે આવશે તો તેમની સામે પણ કાયેદેસર ની કાર્યવાહી કરવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.