ભાવનગર એરપોર્ટ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભાવપૂર્ણ સ્વાગત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે બપોરે ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચતાં ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી તથા ભાવનગર પૂર્વના ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા સહિતના મહાનુભાવોએ તેમનું ભાવપૂર્ણ સ્વાગત કર્યું હતું.
એરપોર્ટ પર મુખ્યમંત્રીશ્રીને આવકારવા માટે શહેર ભા.જ.પ.ના પ્રમુખશ્રી ડો.રાજીવભાઈ પંડ્યા,કલેક્ટરશ્રી ડી.કે.પારેખ, મ્યુનિસિપલ કમિશનરશ્રી એન.વી.ઉપાધ્યાય, રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.પ્રશાંત જિલોવા, જિલ્લા પોલીસ વડાશ્રી ડો.રવિન્દ્ર પટેલ સહિતના પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
રિપોર્ટ મૂળશંકર જાળેલા ભાવનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
