રાજ્યના શિક્ષણ મંત્રીના જિલ્લામાં જ જર્જરિત આંગણવાડીમાં ભણતા ભૂલકાં... - At This Time

રાજ્યના શિક્ષણ મંત્રીના જિલ્લામાં જ જર્જરિત આંગણવાડીમાં ભણતા ભૂલકાં…


વિરપુરના પ્રજાપતિ વિસ્તારમાં ભાડાના મકાનમાં તે પણ જર્જરિત આંગણવાડીમાં બાળકોના જીવના જોખમે પાયાનું શિક્ષણ લેવા મજબૂર...

તંત્ર દ્વારા ૧૭ વર્ષથી ભાડા પટ્ટે મકાન લીધા બાદ હજુ પણ આંગણવાડી મકાન બનાવવામાં ઠાગાઠૈયા...

મહીસાગર જીલ્લાના વિરપુરના પ્રજાપતિ વિસ્તારમા આવેલી આંગણવાડીમાં બાળકોને જરૂરીયાત મુજબની સુવિધાઓ આપવામાં શિક્ષણ જગત નિષ્ફળ નિવડયો હોવાની ચર્ચાઓ ઉઠી છે વિરપુર પંથકમાં જોરશોરથી ચાલતી ચર્ચા મુજબ સરકારના શિક્ષણ મંત્રીના જિલ્લાનો જ વિસ્તાર છે. આ વિસ્તારના જ વિરપુરની આંગણવાડીમાં બાળકોને પારાવાર હાલાકી ભોગવવી પડે છે વિરપુરના પ્રજાપતિ વિસ્તારમાં આવેલી આંગણવાડી છેલ્લા 17 વર્ષથી ભાડાના મકાનમાં ચાલે છે, આ ભાડાનું મકાનની હાલની સ્થિતિએ ખૂબ જ જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયું છે. અહીં પાણી, શૌચાલય,મેદાન જેવી વ્યવસ્થા માટે પણ વિકટ સમસ્યા છે દેશમાં ગુજરાતને નંબર વન રાજ્ય અને મોડેલ તરીકે દર્શાવાય છે. પરંતુ મહિસાગર જીલ્લાના વિરપુરમાં શિક્ષણના પાયામાં જ અસુવિધા જોવા મળી રહી છે વિરપુરના પ્રજાપતિ વિસ્તારમાં આવેલી આંગણવાડી ખાતે હાલમાં 25 થી વધુ બાળકો બેસાડવામાં આવે છે. પરંતુ જર્જરિત હાલતમાં રહેલા મકાનમાં આંગણવાડીના બાળકોને માટે ખૂબ જોખમી સ્થિતિ સર્જાઇ છે. આ જર્જરિત આંગણવાડીમાં કોઈ આકસ્મિક બનાવમાં જાનહાની થવાની દહેશત વ્યાપી ગઈ છે જ્યારે શિક્ષણ ક્ષેત્રે અનેકવિધ સુવિધાઓ આપવામાં આવતી હોવાની જાહેરાતો શિક્ષણ મંત્રીના જિલ્લામાં આવતા વિરપુરમાં હાસ્યાસ્પદ સ્થિતિ જોવા મળી રહી છે. આવી વિકટ પરિસ્થિતિ હાલના સંજોગોમાં પણ પણ જોવા મળે છે. સરકાર વિકાસના મસમોટા દાવાઓ કરે છે. પરંતુ આંગણવાડીઓમાં ભણતા બાળકોની વેદના કોઇ સમજતું નથી. જેથી આ બાળકો માટે જર્જરિત મકાનને કારણે ઉપર આભ અને નીચે ધરતી જેવો ઘાટ સર્જાય રહ્યો છે ભાડાના મકાનમા પાણીની વ્યવસ્થા તેમજ શૌચાલયની વ્યવસ્થા નથી. મકાન પણ જર્જરિત હાલતમાં છે. આવા અણધડ વહીવટનો ભોગ નાના-નાના ભૂલકાઓ બની રહ્યા છે. જેથી વહિવટી વિભાગ દ્વારા વિરપુર ખાતે વહેલી તકે નવિન આંગણવાડીનુ મકાન નિર્માણ કરી આપવામાં આવે તેવી ઉગ્ર માંગ સ્થાનિક રહીશોએ વક્ત કરી છે....

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.