ધ્રાંગધ્રાના બાવળી ગામે બે પરીવાર વચ્ચે સશસ્ત્ર ધીંગાણું.
ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રા તાલુકાના બાવળી ગામે જુની અદાલતનુ મનદુખ રાખી બે પરીવાર વચ્ચે માથાકુટ થતા બંન્ને પરીવારોના સભ્યો ધોકા તથા પાઇપ જેવા હથીયાર લઇ સામ સામે આવી જતા બઘડાટી બોલી હતી જેમા બંન્ને પરીવારના બેથી ત્રણ સભ્યોને ઇજાઁ પામી હતી. ઇજાઁગ્રસ્તોને સારવાર અથેઁ હોસ્પીટલ ખસેડી પોલીસે બંન્ને પક્ષોના સભ્યોની ફરીયાદના આધારે કુલ ૧૫ જેટલા શખ્સો વિરુધ્ધ ફરીયાદ નોંધી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાંગધ્રા તાલુકાના બાવળી ગામે બસ સ્ટેન્ડ નજીક અગાઉનું મનદુખ રાખી બે પરીવારના સભ્યો વચ્ચે બોલાચાલી થઇ હતી જેમા સમજાવવા આવેલા અન્ય સભ્યો ઉશ્કેરાઇ જતા ધોકા તથા પાઇપ જેવા હથીયાર લઇ હુમલો શરુ કયોઁ હતો આ હુમલામાં બેથી ત્રણ સભ્યોને ઇજાઁ પામતા ઇજાઁગ્રસ્તને તાત્કાલિક હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા આ તરફ પોલીસ ને બનાવની જાણ થતા પોલીસ કાફલો બાવળી ગામે પહોચી બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જ્યારે જુથ અથડામણના બંન્ને સભ્યો દ્વારા એક બીજા પર સામ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે કુલ ૧૫ જેટલા શખ્સો વિરુધ્ધ ફરીયાદ નોંધી તમામને ઝડપી લેવા ચક્રો ગતિમાન કયાઁ હતા.
● જુથ અથડામણમાં બંન્ને પરીવારના કુલ 15 શખ્સો વિરુધ્ધ ફરીયાદ.
મીનાબેન વાસુદેવભાઇ, વિષ્ણુભાઇ વાસુદેવભાઇ, વાસુદેવભાઇ બોરાણીયા, અશ્વીનભાઇ પ્રભુભાઇ, જીજ્ઞેશભાઇ પ્રભુભાઇ લાલજીભાઇ જશાભાઇ, લાલજીભાઇ કરશનભાઇ, શૈલેસભાઇ જશાભાઇ, પ્રેમજીભાઇ દેવજીભાઇ, પાયલબેન ચમનભાઇ નંદેસણીયા, કાનાભાઇ પ્રભુભાઇ, ચમનભાઇ કાનાભાઇ, માયાબેન કાનાભાઇ, પુજાબેન કાનાભાઇ, વિપુલભાઈ કાનાભાઇ રહે:- તમામ ગામ: બાવળી, તા:-ધ્રાંગધ્રા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.