સુરેન્દ્રનગર જીલ્લા તાલુકા થાનગઢ
શ્રી મ્યુનિસિપલ હાઈ સ્કૂલ-થાનગઢ ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો. આજ રોજ શ્રી મ્યુનિસિપલ હાઇસ્કૂલ-થાનગઢ ખાતે "તેજસ્વી તારલા સન્માન સમારંભ", ઘોરણ-10 અને 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તેમજ વિવિધ દેશોના અતિ પ્રાચીન થી અર્વાચીન ચલણનું પ્રદર્શન યોજાયું. આ કાર્યક્રમમાં પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડસાહેબ ઉપરાંત થાનગઢ નગરપાલીકા પ્રમુખશ્રી લીનાબેન ડોડીયા, થાનગઢ શહેર ભાજપ પ્રમુખશ્રી જીતુભાઇ પુજારા, થાનગઢ લાયન્સ ક્લબના પ્રેસીડેન્ટશ્રી પ્રવીણભાઈ પુજારા તેમજ ઝોન મેમ્બરશ્રી ધર્મવીરસિંહ જાડેજા , થાનગઢ નગર પાલિકાની વિવિધ સમિતિઓના ચેરમેન ઉપરાંત સામાજીક/સખાવતી કાર્યોમાં અગ્રણી શ્રી હીરાભાઈ મીર, બકુલસિંહ રાણા સહીત અનેક અગ્રણીઓ વાલીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
આ કાર્યક્રમમાં વિવિધ દાતા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને પુરસ્કાર આપવામાં આવ્યા હતા. તેમજ પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબે તથા શાળાના આચાર્યશ્રી પ્રહલાદસિંહ ઝાલાએ પ્રાસંગીક પ્રવચન આપ્યું હતું.
કાર્યક્રમના અંતે શ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબ સહીત અન્ય મહાનુભાવો તેમજ અન્ય પ્રાથમિક શાળાઓનાં વિદ્યાર્થીઓએ આ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. આ ત્રિવિધ કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટર જયેશભાઇ મોરી
આ પ્રકારના તમામ સમાચાર માટેે
