જિલ્લાકલેકટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં ઇડરીયા ગઢ ખાતે આરોહણ-અવરોહણ સ્પર્ધાનાઆયોજન અંગે બેઠક યોજાઇ - At This Time

જિલ્લાકલેકટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં ઇડરીયા ગઢ ખાતે આરોહણ-અવરોહણ સ્પર્ધાનાઆયોજન અંગે બેઠક યોજાઇ


*જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં ઇડરીયા ગઢ ખાતે આરોહણ-અવરોહણ સ્પર્ધાના આયોજન અંગે બેઠક યોજાઇ*
**********
સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં ઇડરીયા ગઢ ખાતે આરોહણ-અવરોહણ સ્પર્ધાના આયોજન અંગે કલેક્ટર કચેરી સભાખંડ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ. યુવક, સેવા અને સાંસ્કૃતિક વિભાગ અંતર્ગત જિલ્લા રમત ગમત કચેરી, સાબરકાંઠા દ્વારા ઐતિહાસિક પર્વત ઇડર ખાતે આગામી તા. ૬ અને ૭ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ જુનિયર ભાઇઓ બહેનો ૧૪ થી ૧૮ વય જૂથના રાજયભરના યુવાનો માટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ બેઠકમાં સ્પર્ધાને લઇને વિવિધ સમિતિઓ રચવામાં આવી હતી. આ સ્પર્ધા રાજકોટ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લા ખાતે યોજાશે. સબારકાંઠા જિલ્લાના સ્પર્ધકોને રાત્રિ રોકાણ અર્થે બહોનો માટે ઇડર ડાયટ અને ભાઇઓ માટે અનુસૂચિત જાતી કુમાર છાત્રાલય,વિજયનગરને આરક્ષિત કરવામાં આવ્યા છે. સ્પર્ધક કોઇ પણ એક ખાતેની સ્પર્ધામાં ભાગ લઇ શકશે. જિલ્લામાં એક થી દશ ક્રમ મેળવનાર સ્પર્ધકોને ગીરનાર ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં મોકલવમાં આવશે. ભાગ લેવા ઇચ્છુક યુવક-યુવતીઓએ પોતાના જિલ્લાની રમત ગમત કચેરી ખાતેથી અરજી ફોર્મ મેળવી, સંપૂર્ણ વિગતો ભરીને આધાર પુરાવા સાથે જે જિલ્લામાં ભાગ લેવા ઇચ્છતા હોય તે જિલ્લાના યુવા વિકાસ અધિકારીને મોકલી આપવાની રહેશે. ભાગ લેનાર તમામ સ્પર્ધકને પ્રમાણપત્ર આપવામાં આવશે તેમજ વિજેતા ખેલાડીઓને મહાનુભવોના હસ્તે રોકડ ઇનામ વિતરણ કરી પ્રોત્સાહીત કરવામાં આવશે.
આ બેઠકમાં સંબધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આબિદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.