અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના શરીર સબંધી ગુનાના કામે છેલ્લા બે માસથી પોતાની ધરપકડ ટાળવા નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડતી અમરેલી રૂરલ પોલીસ ટીમ
તા.08-08-2022
અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના શરીર સબંધી ગુનાના કામે છેલ્લા બે માસથી પોતાની ધરપકડ ટાળવા નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડતી અમરેલી રૂરલ પોલીસ ટીમ
શ્રી હિમકર સિંહ, પોલીસ અધિક્ષક, અમરેલી નાઓ દ્વારા અમરેલી જીલ્લામાં શરીર સબંધી અને મીલ્કત સબંધી ગુનાના આરોપી જે પોતાની ધરપકડ ટાળવા નાસતા-ફરતા હોય તેઓને પકડી પાડવા સારૂ સુચના આપવામાં આવેલ. જેથી પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહિત પ્રવૃતી કરતા ઇસમોને ઝડપી પાડવા માટે શ્રી જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક,અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી પી.વી.સાંખટ ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સપેક્ટર અમરેલી રૂરલ પોલીસ નાઓએ પોલીસ સ્ટેશનની જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ
જે અંતર્ગત અમરેલી રૂરલ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૪૨૨૦૫૫૮/૦૨૨ IPC કલમ ૩૨૩,૫૦૪, ૫૦૬(૨),૧૧૪ ના ગુનાના કામના આરોપીઓ છેલ્લા બે માસથી પોતાની ધરપકડ ટાળવા નાસતા-ફરતા હોય તેને પકડી પાડતી અમરેલી રૂરલ પોલીસ ટીમ આરોપીની વિગત :
(૧) નાગરાજભાઇ જનકભાઇ વાળા ઉ.વ.૩૧ ધંધો ખેતી રહે,ગોંડલ,સિધ્ધાર્થનગર, આશાપુરા ચોકડી, ગાયત્રી મંદિર પાસે તા.ગોંડલ જી.રાજકોટ
(૨) પુષ્પરાજભાઇ જનકભાઇ વાળા ઉ.વ.૨૮ ધંધો.ખેતી રહે,ગોંડલ,સિધ્ધાર્થનગર, આશાપુરા
ચોકડી, ગાયત્રી મંદિર પાસે તા.ગોંડલ જી.રાજકોટ
(૩) આશિષભાઇ વિરકુભાઇ વાળા ઉ.વ.૩૭ ધંધો ખેતી રહે,મોટા દડવા, દરબારગઢ, તા.ગોંડલ
જી.રાજકોટ
આ કામગીરી શ્રી હિમકર સિંહ, પોલીસ અધિક્ષક, અમરેલી નાઓની સુચનાથી શ્રી જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક,અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી પી.વી.સાંખટ ઇન્ચા.પો.સબ.ઇન્સ. તથા અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટ :-અશ્વિન બાબરીયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.