ભરૂચ કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણીના સુચારૂં આયોજન માટેની બેઠક - At This Time

ભરૂચ કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણીના સુચારૂં આયોજન માટેની બેઠક


ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને સ્વતંત્રતા પર્વ નિમિત્તે જિલ્લાકક્ષાના કાર્યક્રમના સુચારું આયોજન માટે આજરોજ કલેક્ટર કચેરી ખાતેના સભાખંડમાં અધિકારીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી હાંસોટ મુકામે થનાર છે. આ બેઠકમાં કલેક્ટરે સંલગ્ન અધિકારીઓને કાર્યક્રમને સુપેરે પાર પાડવા સૂચના અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડયું હતું.

બેઠકમાં કલેક્ટરે ૧૫ ઓગસ્ટના રોજ મુખ્ય કાર્યક્રમની રૂપરેખા પ્રમાણે તબક્કાવાર આયોજનો હાથ ધરવા સૂચન કર્યુ હતું.તેમજ તેમણે તમામ વિભાગોને રાષ્ટ્ર પર્વની ઉજવણીના અવસરને શાનદાર બનાવવા તાકીદ કરી હતી.રાષ્ટ્રીય પર્વની ઉજવણી ઉત્સાહભેર થાય અને જિલ્લાવાસીઓ આ ઉજવણીમાં સહભાગી બને તથા કાર્યક્રમના સ્થળ પર બેઠક વ્યવસ્થા, મંડપ,પીવાનું પાણી, આરોગ્ય સેવા, વગેરે સવલત અંગે કલેક્ટરે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા કક્ષાના કાર્યક્રમનું સુચારૂ આયોજન થાય તે માટે ડેકોરેશન અને રોશની, બેઠક વ્યવસ્થા, વૃક્ષારોપણ, પરેડ, ફ્લેગ માર્ચ, ગ્રાઉન્ડ, રાષ્ટ્રધ્વજ, ધ્વજ પોલ, બેરીકેટ, સાઉન્ડ સિસ્ટમ, પાર્કિંગ અને ટ્રાફિક વ્યવસ્થા, સ્વચ્છતા, આરોગ્ય વ્યવસ્થા, નિમંત્રણ કાર્ડ વગેરે વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સંબંધીત અધિકારીઓને કલેકટરે સૂચના આપી હતી.

કલેક્ટરની કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોષી, નિવાસી અધિક કલેકટર એન.આર.ધાંધલ, તમામ પ્રાંત અધિકારીઓ સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


9998412562
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.