સુરેન્દ્રનગર જીલ્લા તાલુકા થાનગઢ - At This Time

સુરેન્દ્રનગર જીલ્લા તાલુકા થાનગઢ


જય શ્રી રામ....
થાનગઢ
સીતારામ ગૌશાળા ના સેવક મિત્રો દ્વારા વર્ષ નાં વરચેલા (ધોકા )ના દિવસે

કીડીને કણ... અને હાથીને મણ... સેવા યજ્ઞમાં

351 નાળિયેરમાં કીડીયારું ભરી ને

બાંડિયાબેલી વિડ વિસ્તારમાં
અલગ-અલગ જગ્યાએ નાળિયેર મૂકવામાં આવ્યા હતા.
હું મનુષ્ય છું.આ માનવ અવતારમાં મારે પણ સેવાયજ્ઞ માં જોડાવું જોઈએ તેવા ઉદ્દેશથી
સીતારામ ગૌશાળા ના સેવક મિત્રો તથા દુઃખ ભંજણી મેલડીમાં ગ્રુપના સભ્યો તથા અન્ય સેવક મિત્રો દ્વારા ત્રણ દિવસ મહેનત કરીને નારિયેળ છોલી તેમાં કાણાં પાડી
પછી લોટ ખાંડ તથા અન્ય વસ્તુઓનું મિશ્રણ કરીને નાળિયેરમાં ભરવામાં આવેલ.
આ સેવાયજ્ઞ માં થાનગઢના સેવાભાવી મિત્રોનો ખૂબ સારો સહકાર રહો..
આ કાર્ય બે થી ત્રણ મહિને નાના પ્રમાણમાં કરવામાં આવતું પરંતુ બધાં મિત્રો ના સહયોગ થી હવે નિયમિત વધારો થયેલ છે.
એમાં અન્ય સેવક મિત્રોને જોડાવા વિનંતી કરવામાં આવે છે...
સાથે આ કાર્યમાં જે લોકો દ્વારા વસ્તુ સીધું સામગ્રી તથા શ્રી ફળ આપવામાં આવેલ તેવા તમામનો ખુબ ખુબ આભાર..
જય વાસુકી દાદા..
જય શ્રી રામ...

રિપોર્ટ જયેશભાઇ મોરી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image