સમી હાઇવે પર ત્રિપલ અક્સ્માત સર્જાયો.બે વ્યક્તિ ના કરુણ મોત, - At This Time

સમી હાઇવે પર ત્રિપલ અક્સ્માત સર્જાયો.બે વ્યક્તિ ના કરુણ મોત,


સમી:-પાટણ જિલ્લા ના સમી તાલુકાના કઠીવાડા ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.તેમાં બે વ્યક્તિ ના કરુણ મોત નીપજ્યા હતા. સમી ના ઝીલવાણા અને કઠીવાડા વચ્ચે બનેલી આ દુર્ધટનામાં બે કાર અને ઈકો ગાડી વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જ્યારે બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બે કાર અને ઈકો ગાડી એકબીજા સાથે અથડાઈ હતી, જેના કારણે કાર માં સવાર બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. મૃતકો ની ઓળખ ઠાકોર રમેશજી ડુંગરજી અને રબારી ભીખાભાઈ પુંજાભાઈ તરીકે થઇ છે. બંને મૃતકો શંખેશ્વર તાલુકા ના રહેવાસી હતાં. આ અસ્માતમાં અન્ય બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે.જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. મૃતકો ના પરિવારો પર આભ તુટી પડ્યું છે.


7600805049
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image