હું તો કાગળિયા લખીલખી થાક્યો કાનુડા તારા મન માં નથી શાખપુર પંચાયત ઘર રોડ રસ્તા પરિવહન દવાખાના ની વારંવાર ની રજૂઆતો છતાં ઉકેલ નહિ આવતા સરપંચ ખુમાણ નો આક્રોશ
"હું તો કાગળિયા લખીલખી થાક્યો કાનુડા તારા મન માં નથી"
શાખપુર પંચાયત ઘર રોડ રસ્તા પરિવહન દવાખાના ની વારંવાર ની રજૂઆતો છતાં ઉકેલ નહિ આવતા સરપંચ ખુમાણ નો આક્રોશ
દામનગર લાઠી તાલુકાના શાખપુર ગામે અવર નવર જુના મુદ્દા ઓની રજૂઆત કરવા છતાં ઉકેલ નહી આવતા શાખપુર જાગૃત યુવા અને ઉત્સાહી સરપંચ જશુભાઈ ખુમાણ દ્વારા મુખ્યમંત્રી વેબ પેજ પર શાખપુર ગ્રામ પંચાયત કચેરીનો મુદ્દો અને શાખપુર આયુર્વેદિક હોસ્પિટલ બિલ્ડીંગ બનાવવા બાબત અને શાખપુર અમરેલી બસ શરૂ કરવા બાબતે અને શાખપુર કલ્યાણપર ડામર રોડ વહેલી તકે બનાવવા બાબતે મુખ્યમંત્રી સમક્ષ ઉપરા ઉપરી તમામ મુદ્દાઓની ધારદાર રજૂઆત કરી જો આગામી સમયની અંદર આ મુદ્દાઓનો ઉકેલ નહીં આવે તો જિલ્લા લેવલે લાગતા વળગતા જે તે અધિકારીઓને રૂબરૂ મળીને આ બાબતે રજૂઆત કરાશે જિલ્લા ની સરહદનું છેલ્લું ગામ શાખપુર વિકાસના મુદ્દાઓમાં અનેક મુદ્દાઓ પડતર હોવાનું અને ધારાસભ્યશ્રી અને સાંસદ શ્રી ને પણ રજૂઆતો કરી છે આ મુદ્દાનો ઉકેલ નહીં આવતા મુખ્યમંત્રી સમક્ષ પણ તમામ મુદ્દાઓની રજૂઆત કરી છે શાખપુર કલ્યાણપર રોડ નો સ્થળ ઉપર નકશો પણ નથી રહ્યો કે આમાં ડામર હતો કે નહીં આયુર્વેદિક હોસ્પિટલ ના ડોક્ટર પોતાના બિલ્ડિંગમાં બેસાય તેમ નથી જે પક્ષીઘરના રૂમમાં બેસીને દવાખાનું ચલાવે છે
આવી અનેકો સમસ્યા સાથે સ્થાનિક સરપંચ દ્વારા વારંવાર રજૂઆતો કરાય છે પંચાયત ઘર નું અધૂરું કામ ક્યારે પૂર્ણ કરાશે તેવા અનેક સવાલો સાથે શાખપુર ગામ ની વિવિધ માંગણી ઓ પ્રાથમિક સુવિધા ઓ માટે સરપંચ ની રજૂઆતો પછી પણ નહીં ઉકેલતા તંત્ર સામે આક્રોશ ભરી રજુઆત કરાય છે
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.