લ્યો બોલો જસદણ નવા માર્કેટિંગ યાર્ડ પાસે હાઇવે રોડ ઉપર પડ્યો ભુવો
લ્યો બોલો જસદણ નવા માર્કેટિંગ યાર્ડ પાસે હાઇવે રોડ ઉપર પડ્યો ભુવો
ગુજરાતમાં લગભગ લગભગ તમામ શહેરોમાં સારો વરસાદ છે ત્યારે આજરોજ જસદણમાં નવા માર્કેટિંગ યાર્ડ પાસે હાઈવે રોડ પર વરસાદી માહોલમાં ભુવો પડ્યો હતો અને આ ભુવો અંદાજે ત્રણ ફૂટ જેટલો ઊંડો હતો અને ત્રણ ફૂટ જેટલો પહોળો ભુવો પડ્યો છે આ ભુવો પડતા જ સ્થાનિક લોકોએ ભુવાની ફરતી બાજુ પથ્થર મૂક્યા હતા જેથી વરસાદમાં કે રાત્રિના સમયે કોઈ વાહન સાથે અકસ્માત ન થાય. તેમજ આ રોડ ઘણા સમયથી જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યો છે કેમ કે આ વિછીયા અમદાવાદ મેઇન આવીએ કહેવાય છે અને આ હાઈવે રોડ ઉપર સૌથી વધારે વાહનો દોડે છે આ રોડ હવે આગળ ટકી શકે તેમ નથી માટે વાહન ચાલકોએ આ રોડ વિછીયા બાયપાસ થી લઈ આટકોટ રોડ બાયપાસ સુધી નવો રોડ બનાવવામાં આવે અને જસદણ સ્મશાન તરફ જે રોડ જાય છે તેની બાજુમાં જે પુલ છે તે તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે તેવી લોકોએ મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી. આજે પુલ છે તે ઘણા વર્ષોથી જર્જરીત હાલતમાં છે અને આ પુલમાં બંને સાઇડ પાડ્યો તૂટી ગયેલ છે અને પુલમાંથી લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે જે જોતા લાગે છે કે તંત્ર જાણી જોઈને કોઈ અકસ્માત નોતરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
Report Harshad Chauhan With Rasik visavaliya
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.