ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના કાજલી ગામના નિવાસી રાજેશ સામતભાઇ ભજગોતરને ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા “મહાત્મા ફુલે શ્રેષ્ઠ પત્રકાર એવોર્ડ
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના કાજલી ગામના નિવાસી રાજેશ સામતભાઇ ભજગોતરને ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા “મહાત્મા ફુલે શ્રેષ્ઠ પત્રકાર એવોર્ડ 2024 - 2025” માટે પસંદગી કરવામાં આવી છે. રાજેશ ભજગોતરની વાત કરીએ, તો રાષ્ટ્રવાદી, નિડર, નિષ્ઠાવાન અને નિષ્પક્ષ પત્રકાર તરીકે જાણીતા થયેલા છે. તેઓ સમાજ ઉપયોગી દરેક કાર્યમાં હંમેશા આગળ રહે છે તેમજ ડૉ. બાબાસાહેબ આંબેડકરના અભ્યાસુ એવા એક અને આંબેડકર વિચારધારા ફેલાવવામાં પાયાની ભૂમિકા ભજવે છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરે કહેલા કથન પ્રમાણે "શિક્ષિત બનો, સંગઠીત બનો અને સંધર્ષ કરો"ના સૂત્રને સાર્થક કરી સમાજના હિત માટે સતત પ્રયત્નશીલ રહે છે. તેઓ ઉચ્ચશિક્ષણની લાયકાતો પ્રાપ્ત કરેલ છે. જેમાં BSW, MSW, BJMC, MJMC, LLB, LLM, સુધી અભ્યાસ કરેલ છે. છેલ્લા દસ વર્ષથી તેઓ સામાચારપત્રોમા નિડર અને નિષ્ઠાથી પત્રકાર તરીકે સેવા આપે છે. દૈનિક સમાચારપત્ર અને ન્યૂઝ ચેનલ સાથે તેઓ જોડાયેલા છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારોને લોકો સુધી પહોંચાડવામાં તેમજ સામાજિક સમરસતા જળવાઈ રહે તેવી રીતે તમામ સમાજના પ્રશ્નોને વાચા આપેલ છે, તેમને ગુજરાત સરકારનો “મહાત્મા ફૂલે શ્રેષ્ઠ પત્રકાર એવોર્ડ” મળતા ખુબ ખુબ અભિનંદન સાથે શુભેચ્છાઓ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
