સહી પોષણ, દેશ રોશન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ipywe11sdpuzrly3/" left="-10"]

સહી પોષણ, દેશ રોશન


બોટાદમાં “પોષણ માહ”ની ઉત્સાહભેર ઉજવણી: રાણપુરમાં મહિલાઓ દ્વારા વિવિધ વાનગીઓ તૈયાર કરી તેનું નિદર્શન કરવામાં આવ્યું

બોટાદ જિલ્લામાં પોષણક્ષમ આહાર વિશે જાગૃત્તિ માટે આઈ.સી.ડી.એસ શાખા દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમો

કંઈ વાનગી માંથી કયાં પ્રકારનું પોષણ મળે તે અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સપ્ટેમ્બર-2018થી રાષ્ટ્રવ્યાપી “પોષણ માહ”ની ઉજવણીનો શુભારંભ કરાવ્યો હતો. ત્યારબાદથી દર વર્ષે 1થી 30 સપ્ટેમ્બર સુધી “પોષણ માહ”ની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત બોટાદ જિલ્લામાં પોષણક્ષમ આહાર વિશે જાગૃત્તિ આવે તે માટે આઈ.સી.ડી.એસ શાખા દ્વારા વિવિધ પ્રકારના આયોજનો કરવામાં આવી રહ્યા છે.

રાણપુરની મોર્ડન સ્કુલ ખાતે આંગણવાડી બહેનો, તેડાગર બહેનો તેમજ કિશોરીઓ દ્વારા વિવિધ વાનગીઓ તૈયાર કરી તેનું નિદર્શન કરવામાં આવ્યું હતું. બાળકો, સગર્ભા અને ધાત્રીમાતા તેમજ વાલીઓમાં પોષણ અંગે જાગૃતતા આવે તેવા હેતુસર વિવિધ પ્રકારની પોષણ રંગોળી બનાવવામાં આવી હતી, જેમાં કંઈ વાનગીમાંથી કયાં પ્રકારનું પોષણ મળે તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં રાણપુર આઈ.સી.ડી.એસ ઘટકનો તમામ સ્ટાફ તેમજ જિલ્લા કક્ષાના સ્ટાફ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર :ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]