ઈડર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ - At This Time

ઈડર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ


અંબાજી ખાતે યોજાનાર ભાદરવી પૂનમના મા અંબાના મેળામાં લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડશે ત્યારે હાલમાં એક તરફ ગણેશ મહોત્સવ તેમજ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો યોજાનાર છે. જેને લઈ ઈડર શહેરમાં ગણેશ પંડાલો જોવા મળી રહ્યા છે ત્યારે ઈડર-અંબાજી હાઈવે પરથી માઈભકતો મા અંબાના શણગારેલા રથ લઈ અંબાજી તરફ પદયાત્રીકોનો ધસારો જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર પદયાત્રીઓની સેવા માટે કેમ્પો બનાવવામાં આવ્યા છે ત્યારે પદયાત્રીકોને કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે ઈડર પોલીસ દ્વારા શહેરના માર્ગો પર ઠેરઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને પોલીસ સ્ટેશનના પીઆઈ સી.જી.રાઠોડ અને સ્ટાફ દ્વારા રાત્રીના સમયે રસ્તામાં પદયાત્રીકોને કોઈ અસ્માત ન સર્જાય તે માટે રેડિયમ સ્ટીકર લગાવવામાં આવ્યાં છે અને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી રાત્રીના સમયે નાઇટ પ્રેટ્રોલિંગ કરવામાં આવી રહી છે.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.