IPLના ટીવી અને ડિજિટલ રાઈટ્સથી BCCIને રુપિયા ૪૪,૦૭૫ કરોડની આવક - At This Time

IPLના ટીવી અને ડિજિટલ રાઈટ્સથી BCCIને રુપિયા ૪૪,૦૭૫ કરોડની આવક


મુંબઈ, તા.૧૩ક્રિકેટરોને
કરોડોની કમાણી કરાવવાની સાથે ક્રિકેટ વિશ્વમાં ધૂમ મચાવનારી આઇપીએલની મેચીસના
ભારતીય ઉપખંડના ટીવી અને ડિજિટલ રાઈટ્સ આખરે બીજા દિવસે ઈ-હજારીમાં રેકોર્ડ ૪૪,૦૭૫ કરોડમાં વેચાયા
હોવાનો ખુલાસો સૂત્રોએ કર્યો હતો. એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતીય ઉપખંડના ટીવી રાઈટ્સ ડિઝની-સ્ટારે આઇપીએલની આગામી પાંચ સિઝનના
રાઈટ્સ રૃપિયા ૨૩,૫૭૫ કરોડમાં ખરીદ્યા હતા. જ્યારે
રિલાયન્સ-વાયકોમ૧૮એ રૃપિયા ૨૦,૫૦૦ કરોડમાં ભારતીય ઉપખંડના
ડિજિટલ રાઈટ્સ મેળવ્યા હતા. આઇપીએલની ૨૦૨૩ થી ૨૦૨૭ની સિઝન સુધીની ૪૧૦ મેચીસ માટે આ
રાઈટ્સ વેચવામાં આવ્યા હતા. આઇપીએલની
આગામી પાંચ વર્ષની પ્રત્યેક મેચથી બીસીસીઆઇને માત્ર ટીવી-ડિજિટલ રાઈટ્સથી જ ૧૦૭.૫
કરોડની કમાણી થશે. આ સાથે આઇપીએલ પ્રતિ મેચ બ્રોડકાસ્ટિંગ ફીની રીતે ઈંગ્લિશ
પ્રીમિયર લીગ તેમજ મેજર લીગબેઝબોલને પણ પાછળ રાખી દેશે. બીસીસીઆઇ પર નાણાંનો વરસાદ
કરી રહેલા આઇપીએલના મીડિયા રાઈટ્સની હરાજી આવતીકાલે ત્રીજા દિવસે આગળ વધશે. જેમાં
પ્રત્યેક સિઝનની પસંદગીની ૧૮ મેચીસના ડિજિટલ રાઈટ્સ માટે અને વિદેશી માર્કેટના
ટીવી-ડિજિટલ રાઈટ્સ માટે બોલી લાગશે.

એક
રિપોર્ટ જણાવે છે કે, પ્રત્યેક સિઝનની પસંદગીની ૧૮ મેચીસ માટેની બોલી બીજા દિવસે આશરે ૧,૭૦૦ કરોડ પર અટકી ગઈ હતી. જે આવતીકાલે આગળ વધશે. પસંદગીની મેચીસમાં ઓપનિંગ
મેચ, ફાઈનલ, પ્લે ઓફની ત્રણમેચીસ અને
કેટલીક ડબલ હેડર મેચીસનો સમાવેશ થાય છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon