ન્યારામાં પમ્પીંગ સ્ટેશનમાં કોપર વાયરની ચોરી
રૂ. ૧.૪૫ લાખની કિંમતના 30 મીટર કોપર વાયર ચોરી તસ્ક પલાયન
પડધરી તાલુકાના ગામે આવેલા રાજકોટ મહાનગરપાલિકાનું સત્તા મંડળ માલીકીનું ન્યારા પમ્પીંગ સ્ટેશન માં રહેલા રૂ. ૧.૪૫ લાખની કિંમતના ૩૦ મીટર કોપર વાયરની ચોરી કરી તસ્કર નાશી ગયાના બનાવ પડઘરી પોલીસ - I * મથકમાં નોંધાયો છે.
પ્રાપ્ત માહીતી મુજબ ન્યારા ગામે મહાનગરપાલિકાની માલીકીનું ન્યારા પમ્પીંગ સ્ટેશનના કમ્પાઉન્ડમાં રહેલા ૩૦ મીટર કોપર વાયર જેની કિંમત રૂ. ૧.૪૫ લાખ હોય જે ગત તા. ૧૧- ૭ ના રોજ તસ્કરો વંડી ઠેકીને ચોરી ગયાનો બનાવ બન્યો હતો. જે બનાવની જાણ ત્યાના કર્મચારીએ વોટર
વર્કસ વેસ્ટ ઝોનના એડીશ્નલ એન્જીનીયરીંગ સુરેશભાઇ પરથીભાઈ બામણીયાને કરતા તેઓ ન્યારા પમ્પીંગ સ્ટેશન રૂબરૂ આવી પડઘરી પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો સામે ચોરીની ફરીયાદ નોંધાવી છે. પડધરી પોલીસે ગુનો નોંધી સીસી ટીવી કુટેજમાં આધારે ચોરીનો ભેદ ઉકેલવાનો પ્રયાસ હાથ ધર્યો છે.
રિપોર્ટર - નિખીલ ભોજાણી
9998680503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.