સેમારાના મુવાડા ગામ પાસે બીમાર કાંકણસાર પક્ષીનું પર્યાવરણ પ્રેમીએ સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરી સારવાર કરાવી
મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના સેમારાના મુવાડા ગામે રામદેવજી મંદિર પાસે એક પક્ષી બીમાર અવસ્થામાં પડયું હતું. દર્દથી કણસતું આ લાંબી ચાંચ વાળું પક્ષી જાગૃત નાગરિક અને પર્યાવરણપ્રેમી ભીખાભાઇ ખાંટની નજરે પડતાં તેમણે મહીસાગર વાઇલ્ડ લાઈફની ટીમનો સંપર્ક કરતાં તેમના દિશાનિર્દેશ અનુસાર આ પક્ષીને સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરી કાળજીપૂર્વક લુણાવાડા પશુ દવાખાને લાવ્યા હતા. જ્યાં હાજર પશુચિકિત્સક દ્વારા તેને સારવાર કરવામાં આવી હતી.
આ પક્ષી વિશે મળેલ માહિતી મુજબ તેને બ્લેક હેડેડ આઈબીસ જેને ગુજરાતીમાં કાળી કાંકણસાર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતીય ઉપખંડમાં જોવા મળતી કાંકણસાર નામની એક પ્રજાતિ છે. તે પાણીના જૂથો અથવા ભીની જમીનમાં રહે છે અને પાણી પર આધાર રાખે છે, તે સૂકા ખેતરો અને મેદાનોમાં પણ જોવા મળે છે. તે ઊંચા વૃક્ષો પર માળો બાંધે છે. હાલ આ બીમાર કાંકણસાર પક્ષીને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યું છે ત્યારબાદ તેને વનવિભાગને સોંપવામાં આવશે. આમ પર્યાવરણપ્રેમી ભીખાભાઈ ખાંટ, પશુપાલન વિભાગ અને વનવિભાગની કરુણા અને સંવેદનશીલતાથી એક પક્ષીનો જીવ બચ્યો છે.
રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.