RBIની નિર્ણય પહેલા જ વ્યાજદરમાં વધારો કરાયો, ICICI બેંક, PNB અને HDFC બેંકે લોન મોંઘી કરી
RBI તેની આગામી MPCની બેઠક દરમિયાન વ્યાજદરમાં વધારો કરે તેવી સંભાવના છે ત્યારે આ અગાઉ જ અનેક બેંકોએ વ્યાજદરોમાં વધારો કર્યો છે. અત્યાર સુધી ત્રણ બેંકો અને એક નાણાકીય સંસ્થાએ વ્યાજદરમાં વધારો કર્યો છે. ગઇકાલથી નવા દરો લાગૂ થયા છે. તેમાં હોમ લોન, કાર લોન, પર્સનલ લોન મોંઘી થઇ ચૂકી છે. RBIની 3 થી 5 ઓગસ્ટ વચ્ચે થનારી બેઠકમાં 0.35 થી 0.50 ટકા સુધી રેપો રેટમાં વધારો થઇ શકે છે. આ પછી ફરી એકવાર અન્ય બેંકો પણ વ્યાજદરમાં વધારો શરૂ કરશે. ગત 3 મહિનામાં બેંકોએ 5-6 વાર વ્યાજદરોમાં વધારો કર્યો છે.
HDFC લિ.એ 0.25 ટકાનો વધારો કર્યો
એચડીએફસી લિ.એ રિટેલ પ્રાઇમ લેન્ડિંગ રેટને 0.25 ટકા વધારીને 7.8 ટકા કર્યો છે. એપ્રિલથી અત્યાર સુધી પાચ વાર દરોમાં 1.15 ટકાનો વધારો કર્યો છે. મે અને જૂનમાં 2-2 વાર દરમાં વધારો કર્યો છે.
પંજાબ નેશનલ બેંકના વ્યાજદરમાં 0.10%ની વૃદ્વિ
પંજાબ નેશનલ બેંકના MCLR 0.10 ટકા વધીને 7.95 ટકા કર્યો છે. એક વર્ષનો દર 7.55 થી 6.75 ટકા વચ્ચે થયો છે.
ઇન્ડિયન બેંક: લોન 0.10% મોંઘી થઇ
બેંકે એક વર્ષમાં એમસીએલઆરને 0.10 ટકા વધારીને 7.65 ટકા કર્યો છે. અન્ય સમયગાળા માટે લોન 6.85 થી 7.50 ટકાના વ્યાજદર વચ્ચે હશે.
ICICIની લોન 0.10 ટકા મોંઘી થઇ
બેંકે 0.15 ટકા વ્યાજદર વધાર્યો છે. નવો દર 7.90 ટકા હશે. સૌથી ઓછા વ્યાજદરો 7.65 ટકા હશે.
દૂરસંચાર ઉદ્યોગ બે વર્ષમાં 2-3 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે
દેશની ટેલિકોમ ઇન્ડસ્ટ્રી આગામી 2 વર્ષમાં 2 થી 3 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. સરકાર દ્વારા શરૂ કરાયેલા સુધારા અને અનિશ્વિતતા તથા જોખમને હટાવવા અને સ્થિર રોકાણને કારણે આવું થશે. ટેલિકોમ સેવા માટે આ રોકાણ કરાશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.