સંસદમાં હોબાળા વચ્ચે બજેટ પર ચર્ચા શરૂ:I.N.D.I.A.ના સાંસદોનો બજેટ સામે વિરોધ, 27 જુલાઈએ નીતિ આયોગની બેઠકમાં કોંગ્રેસના મુખ્યમંત્રી ભાગ લેશે નહીં
સંસદમાં ચોમાસુ સત્રનો આજે (24 જુલાઈ) ત્રીજો દિવસ છે. સંસદમાં હોબાળા વચ્ચે બજેટ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. ગઈકાલે નાણામંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. આજે બજેટ પર ચર્ચા થશે. આ માટે 20 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે. I.N.D.I.A.ના તમામ સાંસદો સંસદમાં બજેટનો વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું- આ અન્યાય છે. અમે વિરોધ કરીશું. સપા અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું- ખેડૂતોને ટેકાના ભાવ આપવાને બદલે સરકાર ગઠબંધન પક્ષોને બજેટ આપી રહી છે. કોંગ્રેસના મુખ્યમંત્રીઓએ નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર કર્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.