જોહોર કપઃ ડિફેન્ડિંગ ચેમ્પિયન AUSને હરાવીને IND સેમિફાઇનલમાં

, ભારતીય જૂનિયર પુરૂષ હોકી ટીમે બુધવારે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 5-4થી હરાવીને સતત ચોથી જીતની સાથે સુલ્તાન જોહોર કપના સેમીફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ જીતની સાથે ભારત પોતાના ગ્રુપમાં પણ ટોપ પર છે. 

ભારતે રમતમાં દબદબાભેર પ્રદર્શન કર્યું હતું. ભારત શરૂઆતી મિનિટમાં પેનલ્ટી કોર્નરનો ફાયદો મેળવવામાં નિષ્ફળ રહ્યું પરંતુ પાંચમી મિનિટે ગુરસાબિબજીત સિંહે ગોલ કરીને ભારતને 1-0ની લીડ અપાવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »